fbpx
અમરેલી

અમરેલી કલેક્ટર ગૌરાંગ મકવાણાએ રૂબરૂ વિઝિટ શરૂ કર્યું, અમરેલી જિલ્લામાં કોરોનાના કેસ વધતાં કન્ટેન્મેન્ટ ઝોન ફરી શરૂ કરાયા

જિલ્લામાં અમરેલી શહેરમાં સૌથી વધુ સંક્રમણ વધી રહ્યું છે. સાથે સાથે જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આજે ગુરૂવારે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા રૂબરૂ અમરેલી તાલુકાના જાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા અને હાજર રહેલા કર્મીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત અમરેલી શહેરના પટેલ સંકુલ વિસ્તારમાં, સુખનાથ પરા વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં રૂબરૂ પહોંચ્યા હતા. લોકો અવર જવર ન કરે તેની તકેદારી રાખવા સૂચના આપી તેમણે અમરેલી શહેરના બહારપરા અને બીનાકા ચોક વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટરની રૂબરૂ મુલાકાત કરી હતી. અમરેલી શહેર, બાબરા, બગસરા, કુંકાવાવ સહિત વિસ્તારમાં કોરોના સંક્રમણ વધતા જુદા જુદા ૨૬ જેટલા કેસ ગઈકાલે બુધવારે નોંધાયા છે.

ત્યારે લોકો ડર્યા વગર સાવચેતી રાખે તે અત્યંત જરૂરી છે. જે લોકો માસ્ક વગર જાેવા મળશે તેની સામે પોલીસ પણ કડક હાથે કાર્યવાહી કરી માસ્કનો દંડ અને જાહેરનામાનો કેસ કરી રહી છે.સમગ્ર રાજ્યભરમાં કોરોના સંક્રમણ હવે માથું ઊંચકી રહ્યું છે. કોરોના કેસના વિસ્ફોટ શરૂ થયા છે, સરકાર અને આરોગ્ય વિભાગે હરકતમાં આવી બેઠકો શરૂ કરી છે. એ જ રીતે અમરેલી જિલ્લામાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે હવે ગામડામાં પણ કોરોના કેસ બહાર આવતાં કન્ટેન્મેન્ટ ઝોન ફરી શરૂ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા આ ઝોન ક્યાં ક્યાં જાહેર કરાય છે કે કેમ? તેનું મોનિટરિંગ કરવા અને સીધી નજર રાખવા હવે કલેક્ટર ગૌરાંગ મકવાણા ખુદ દોડી રહ્યા છે. જેમણે આજે ગુરૂવારે અલગ અલગ ૩ જગ્યા પર રૂબરૂ વિઝિટ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/