સરકારના ગોૈણ સેવા પસંદગી મંડળ પરિક્ષામાં ”નાપાસ”અમરેલી જીલ્લા યુવક કોંગ્રેસ દ્રારા ગોૈણસેવા પસંદગી મંડળનું બેસણું યોજાયું : નવરત વિરોધ
ગત રોજ ગુજરાત ગોૈણ સેવા પસંદગી મંડળ દ્રારા સચીવાલય અને બિન – સચિવાલયની પરીક્ષાની મોટા ઉપાડે જાહેરાત કર્યા બાદ ફેરવી તોળ્યુ અને તારીખ ને મોકુફ રાખવામાં આવી છે, ત્યારે આજરોજ અમરેલી જીલ્લા યુવક કોંગ્રેસ દ્રારા કોંગ્રેસ કાર્યાલય અમરેલી ખાતે ગોૈણ સેવા પસંદગી મંડળનું બેસણું રાખી સરકાર વિરોધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, વર્તમાન સરકાર માં શિક્ષણ મંત્રી બદલ્યા છતા છાશવારે બનતી આવી ઘટનાનું પુનરાવર્તન થયુ હતું, વારંવાર યુવાનો સાથે આ પ્રકારની કુર મજાક થતી હોય ત્યારે આ પદાધિકારીઓને બદલાયા કંઈ નહી વળે આ સરકાર બદલવી પડશે, તેવું પણ આહવન ગુજરાતના યુવાનોને જીલ્લા યુવક કોંગ્રેસના આગેવાનોએ કર્યુ હતું,
રોજગારીના પોકળ વાયદા પાછળ ની કડવી વાસ્તવીકતા આ સરકાર છુપાવી રહી હોય તેવુ તલાટી પરીક્ષાના જે ફોર્મ ભરાયા તે પરથી જણાયુ છે, આ તકે અમરેલી જીલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દેવરાજભાઈ બાબરીયા, અમરેલી–કુંકાવાવ વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ મોનીલભાઈ ગોંડલીયા ,લાઠી–બાબરા વિધાનસભાના યુવક કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કનાડા, અમરેલી નગરપાલિકા વિપક્ષ નેતા સમીરભાઈ કુરેશી, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ પંડયા, નગરપાલીકા પૂર્વ સદસ્ય હંસાબેન જોષી, બી.કે. સોળીયા, ડી.ડી. પરમાર, ભાવીન ત્રીવેદી, નંદરાજ કોઠીવાળ, પ્રવીણભાઈ વસરા, વિક્રમભાઈ માંજરીયા, રામભાઈ દવે, અલ્પેશભાઈ દુહારા, દીશાંતભાઈ બાબરીયા, જતીનભાઈ બગડા, રાહુલભાઈ દાફડા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહી અને આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢયો હતો, તેમ અંતમાં તેજસ મસરાણીની યાદીમાં જણાવેલ છે.
Recent Comments