fbpx
અમરેલી

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી છેલ્લાં સાડા ચારેક વર્ષથી ફરાર પાકા કામના કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ-અમરેલી.

પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજય, ગાંધીનગર* નાઓ દ્રારા જેલમાંથી પેરોલ ફર્લો રજા પરથી ફરાર કેદીઓને પકડવા સારૂ સ્પેશ્યલ ઝુંબેશ રાખેલ હોય તેમજ *શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગર* નાઓ  દ્રારા તા.૨૬-૨૭/૦૨/૨૦૨૨ ના રોજ કોમ્બીંગ નાઇટનું આયોજન કરેલ અને કોમ્બીંગ નાઇટ દરમ્યાન અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય. જે સબબ *અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ જેલમાંથી પેરોલ, ફર્લો, વચગાળાના જામીન રજા પરથી ફરાર/ભાગેડુ કેદીઓ તથા રાજયના નાસતા ફરતા આરોપીઓને પકડવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ,* પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, હરેશભાઇ વાણીયા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે રાજકોટ મધ્યસ્થ જેલના પાકા કામના કેદીને સાવરકુંડલા તાલુકાના વિજપડી મુકામેથી પકડી પાડેલ.
❇️ *પકડાયેલ કેદી :-*➡️ *ફરાર પાકા કેદી નં.-૪૧૯૫૪ પ્રવિણભાઇ ઉર્ફે બગો પાંચાભાઇ વાધેલા રહે.વિજપડી તા.સાવરકુંડલા જી.અમરેલી હાલ. રહે-ધુવા તા.વાંકાનેર જી.મોરબી* વાળો તા.૨૭/૦૨/૨૦૨૨ ના રોજ અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી મુકામેથી મળી આવતાં મજકુર આરોપીને કોરોના વાયરસ સબબ ટેસ્ટ કરાવી રાજકોટ મધ્યસ્થ જેલમાં બાકી રહેલ સજા ભોગવવા સોંપી આપેલ હોય.
✳️ *વિગત:-*મજકુર કેદી ને ખુનના ગુન્હામાં આજીવન સજા થતા રાજકોટ મધ્યસ્થ જેલમાં  પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હોય અને મ્હે. જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજકોટ કચેરીના આદેશાનુસાર તા.૨૭/૦૭/૧૭ થી દિન-૦૭ ની પેરોલ રજા પર મુકત કરેલ અને મજકુર કેદીને તા.૦૪/૮/૨૦૧૭ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર કેદી હાજર થયેલ નહી અને *તા.૦૪/૦૮/૨૦૧૭ થી પેરોલ રજા પરથી ફરાર થયેલ*  💫 *આમ, મ્હે. પોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાય સાહેબની સુચના મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ, પેરોલ ફર્લો સ્ટાફ નાઓ દ્રારા રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી છેલ્લાં સાડા ચારેક વર્ષથી ફરાર પાકા કેદીને સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામેથી પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલમાં સોંપવા તજવીજ કરેલ છે.*

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/