આરટીઓ કચેરી દ્વારા રાજુલા ખાતે આજે ૩ માર્ચના ખાસ કેમ્પનું આયોજન
એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા આજે તા. ૩-૩-૨૦૨૨ ના બલાડ માતાનું મંદિર, પીપાવાવ પોર્ટ, રાજુલા ખાતે સવારે ૧૦.૩૦ થી સાંજે ૧૮:૧૦ સુધી રી-પાસિંગ અને પાસિંગ (CFRA) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પની તારીખ પહેલા વાહન ફી ભરી કચેરી ખાતે ઇન્વર્ડની કામગીરી પૂર્ણ કરાવી આ સ્થળે વાહનનું ઇન્સ્પેક્શન કરાવવાનું રહેશે. રાજુલા તાલુકાના વાહન માલિકો અને કબ્જેદારોએ આ કેમ્પનો લાભ લેવા આર.ટી.ઓ કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે
Recent Comments