દુધાળા ગામ માટે કરોડો ની સખાવત કરતા ઉદાર ઉદ્યોગ રત્ન ગોવિદભાઈ ધોળકિયા ની મુલાકાતે અગ્રણી ઓ
લાઠી તાલુકા ના દુધાળા ના હાલ સુરત રામકૃષ્ણ એક્સપોર્ટ પરીવાર ના મોભી ગોવિંદભાઇ ભગત ધોળકીયા ની શુભેચ્છા મુલાકાતે ભાજપ અગ્રણી જનકભાઇ પી. તળાવીયા ક્ષત્રિય અગ્રણી અમરશીભાઈ પરમાર ભુરખિયા અમરેલી જિલ્લા પંચાયત ના સદસ્ય ભરતભાઇ સુતરિયા સહિત ના અગ્રણી ઓ એ લાઠી તાલુકાના ભામાશા એવા દુધાળા ગામ ખાતે શ્રી ગોવિંદભાઈ ધોળકિયા (ભગત) ના નિવાસ્થાને તેમનું આરોગ્ય સ્વસ્થ થતા તેમજ તેમના વતન દૂધાળા ગામ પ્રત્યે ની ઉદારતા દુધાળા ગામ ને સંપૂર્ણ સોલાર સિસ્ટમ ગામ દરેક નાના મોટા આબાલ વૃદ્ધ ને બહેનો દીકરી ઓને આર્થિક મદદ સંપૂર્ણ ઇન્ટરનેટ સેવા ફ્રી વાઇફાઇ સિસ્ટમ સંતોક બા મેડિકલ સેન્ટર આરોગ્ય ધામ લાલજીદાદા વડલા ને એક વર્ષ દરમ્યાન સંપૂર્ણ ફ્રી આરોગ્ય સહિત ની સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવી શ્રી ભુરખીયા હનુમાનજી ની છબી થી તેમનું સન્માન કરવામાં આવ્યું તેમજ દુધાળા ગામ પ્રત્યે કરોડો ની સખાવત થી ખૂબ ખુશી વ્યક્ત શુભેચ્છા પાઠવી હતી
Recent Comments