fbpx
અમરેલી

અમરેલી જિલ્લાની બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામુલ્યે પ્રવેશ માટે તા.૩૦-૦૩-૨૦૨૨થી તા.૧૧-૦૪-૨૦૨૨ સુધી ફોર્મ ભરી શકાશે

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ અંતર્ગત બાળકને શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં તા.૩૦/૦૩/૨૦૨૨ થી તા.૧૧/૦૪/૨૦૨૨ સુધી https://rte.orpgujarat.com/ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થનાર છે. જેમાં ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વાલીઓએ આ ફોર્મની પ્રિન્ટ કે અન્ય આધારો હાલની પરિસ્થિતિ ને ધ્યાને લઇ કોઈ જગ્યાએ રૂબરૂ જમા કરાવવાના થતા નથી તથા વાલીઓ દ્વારા રજુ કરાયેલ આધાર પુરાવાઓ સહ ફોર્મની ચકાસણી પણ શરૂ થઇ ગયેલ છે. જે અન્વયે આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબરમાં “આપનું ફોર્મ જિલ્લા કક્ષાએ approve (મંજુર) થઇ ગયેલ છે”, તે પ્રકારનો મેસેજ આવે તો આપને આર.ટી.ઈ. અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડનું પરિણામ (સંભવિત તા.૨૬/૪/૨૦૨૨) આવે ત્યાં સુધી રાહ જોવા જણાવવમાં આવે છે.

જો આપના રજીસ્ટર્ડ મોબાઈલમાં “આપનું ફોર્મ જિલ્લા કક્ષાએ ચોક્કસ આધાર પુરાવાઓને કારણે reject (નામંજૂર) કરવામાં આવેલ છે. તે પ્રકારનો મેસેજ આવે તો, આપ https://rte.orpgujarat.com/ પર જઇ અરજીની સ્થિતિ પસંદ કરી એપ્લીકેશન નંબર તથા જન્મ તારીખ નાખી નામંજુર થવાની વિગતો મેળવી શકશો. સદર વિગતોના પૂર્તતા સહ આધારો સાથે અગાઉના જ મોબાઈલ નંબરથી નવું ફોર્મ ભરશો એટલે તે જ રજીસ્ટર્ડ મોબાઈલમા ૪ અંકનો ઓ.ટી.પી. આવશે જેના આધારે જુનું ફોર્મ કેન્સલ થઇ જશે અને નવું ફોર્મ ભરી શકાશે. આ પ્રક્રિયા આપ ઓનલાઇન અરજી કરવાના સમય સુધી કરી શકશો. જો આપના રજીસ્ટર્ડ મોબાઈલમા આ પ્રકારે કોઈ મેસેજ હજુ સુધી આવેલ નથી, તો હજુ (સંભવિત તારીખ તા.૨૬/૪/૨૦૨૨) સુધી રાહ જોવા તથા ટેકનીકલ કારણોસર મેસેજ મળેલ ન હોય તો https://rte.orpgujarat.com/ વેબ સાઈટ પર અરજીની સ્થિતિમાં એપ્લીકેશન નંબર તથા જન્મ તારીખ નાખી આપના ફોર્મની સ્થિતિ જોવા એક યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/