fbpx
અમરેલી

બગસરા બાળ કેળવણી મંદિર સંચાલિત બાળ સંસ્કાર કેન્દ્ર ના બાળકો ના વાલી સાથે સંવાદ વિચરતી અને વિમુક્ત જાતિ ના વાલી સાથે કેળવણી રત્ન પૂર્વ ડાયરેકટર નલિનભાઈ પંડિત ની સંવેદના

બગસરા બાળ કેળવણી મંદિર બગસરા સંચાલિત હોસ્ટેલ અને બાળ સંસ્કાર કેન્દ્ર, ના બાળકો ના વાલીઓ સાથે એક કેળવણી વિષયક સંવાદ યોજાયો હતો જેમાં ભાવનગર થી જાણીતા કેળવણીકાર અને પૂર્વ ડાયરેકટર જી.સી.આર.ટી. ના શ્રી નલીનભાઇ પંડીત ના સાનિધ્ય માં માર્ગદર્શન વિચરતી અને વિમુક્ત જાતના બાળકો ના વાલી સાથે શિક્ષણ જાગૃતિ સંમેલન બાળ કેળવણી મંદિર બગસરા પરીવાર નું સુંદર આયોજન સંવાદ યાત્રા દરમિયાન અનુભવેલી સંવેદના ના સૂર વ્યક્ત કરતા પંડિત નલિનભાઈ  આઝાદી આવ્યા ને સીતેરથી વધુ વર્ષ થયા. છતાં ત્રીસેક ટકા લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યાં છે.પૈસાદાર અને ગરીબ વચ્ચેનો ફાસલો દિન પ્રતિદિન વધી રહ્યો છે. હવે તો મિસાઈલ ગતિથી વધી રહ્યો છે. આ સત્ય છે. અનેક કોમ ગરીબ છે. તે પૈકીની કેટલીક કોમને તો  સમયની જબરી થપાટ લાગતા વધુને વધુ ગરીબ બની છે.જે ધંધાપાણીમાં પોતાની આગવી ઓળખ હતી તે ધંધા સમાજ વિકાસની સાથે લુપ્ત થયાં અને બેકારીએ ચારેબાજુથી ભરડો લીધો તેવી એક કોમને કાલે મળવાનું થયું.આ કોમ છે સરડીયા કોમ.ગામડામાં જઈ બળદ વેચવા ગલીએ ગલીએ જઈ છરી ચપ્પા સજવા. તૂટેલા ઠામદા ડોલું સાંધવી.આ એનું કામ હતું.પણ હવે સમય બદલાતા કોઈને તેની જરૂર નથી એક તો આ કોમમાં ભણતર નામે મીંડું.વિચરતી જાતિ. આજ અહી કાલે ક્યાંક. ભણવું હોય તોય કેમ ભણે? એમાં ધંધાપાણી સાવ ગુમાવ્યાં.કરે શું? તોયે સહુનો ભગવાન છે.બગસરા ગામે માયાળુ માનવીઓ વસે છે. મુંબઈમાં વસતો શાહ પરિવાર અહી ત્રણ ચાર પેઢીથી શિક્ષણની જ્યોત જગાવીને બેઠો છે.આ ટ્રસ્ટના સથવારે  વર્ષોથી ધૂણી ધખાવી બગસરામાં દેવચંદભાઈ નામે એક મુઠી ઊંચેરો માનવી બેઠો છે. ધૂણી ધખાવવા પોતાની જાતને સાવ હોમી દીધી છે. પત્નીનો ગજબનો સથવારો છે.સરણીયા કોમને સમજાવવી આમેય કઠિન.એમાં એમના દીકરા દીકરીને ભણાવવાની વાત સમજાવવી એ તો ખુદ દેવને પણ અઘરું પડે.તો પણ યજ્ઞ માંડ્યો. વર્ષો ગયાં. સફળ થયાં.બગસરામાં ગામને છેડે ગાડા ઓથે વસતા સરાણીયા કોમની વસ્તી. ત્યાંથી યજ્ઞ કામ શરૂ કર્યું.સંતાનો ભણવા તૈયાર થયાં. છાત્રાલય બનાવ્યું. દાતાઓના દિલમાં રામ જાગ્યા. મકાન બન્યું. સંવેદના સભર ગુરૂજીઓ મળ્યાં.ભણવા ભણાવવાનું શરુ થયું. સૌરાષ્ટ્રની છ છ જગ્યાએથી આ કોમના સંતાનોને ભણવા લાવ્યાં.ખાવું રહેવું ભણવું બધુ વિનામૂલ્યે. વાળ કપાવવા કે માબાપ પાસે જવા ગાડીભાડું સહિત બધો ખર્ચ આ ટ્રસ્ટ અને દેવચંદભાઈએ ઉઠાવ્યો.આઠ ધોરણ પછી નગર પાલિકાની નિશાળમાં દાખલ કર્યા. ત્યાં પણ કોક કોક સંવેદના ભરેલા ગુરૂજીઓ મળ્યાં.આઠ દશ છોકરા દશ ધોરણનું શિક્ષણ પામ્યાં.પછી શું?તેની મથામણમાં આ કોમનું બગસરામાં સંમેલન ભરાયું. ITI ભણતરનો મારગ સારો લાગ્યો. જો કે ITIમાં દાખલ કરવાનો પ્રયત્ન થઈ ચૂક્યો છે. પણ ઈ દીકરો ભણતર છોડી ભાગી ગયો. હવે કરવું શું? પણ નિરાશ થાય તે બીજા. અજબનું છે આ ટ્રસ્ટ અને ગજબના છે  દેવચંદભાઈ.ભગવાને દેવચંદભાઈને ઘડિયા છે પણ એમ જ સાવ ગામડિયા જેવા દેખાતાં અને ગામડિયું બોલતા આ દેવચંદભાઈ સવાયા જુસ્સાથી આગળ વધ્યાં.આજે આ કોમનો સમય પલટાયો છે.નક્કી સારા વાના થવાનાં છે.હા હજુ તો કોમનું ભણતર મધ્યકાળે આવ્યું છે.હજુ તો ભણતરની સાથે તમાકુ ગુટકા અને દાંતે બજર ઘસવાની કુટેવમાંથી છોડાવવાના છે કોમના રોટલાનું શું? તેનું વિચારવાનું છે.વાલી સંમેલનમાં છ એ ગામથી વાલી આવ્યાં તેમાં દેવીએ કુટેવ છોડવા હાકલ કરી.એક બહેને બજર છોડી.તેને સહુએ વધાવ્યાં.પણ એમ કુટેવ છૂટતી નથી! મને પણ તમાકુ સિગારેટની અસીમ કુટેવ હતી. દેવી તે છોડાવવા ખૂબ મથી. કુટેવ  ઘણીવાર છોડી.પણ અંતે તો ઈ ના ઈ. કેન્સર થયું ત્યારે ગઈ.આ કોમમાં કુટેવ ઉપરાંત  ભૂતભુવાને ડાકલાં ની અંધશ્રદ્ધા પણ ઘર ઘાલીને બેઠી છે.કોમની નવ ધોરણ સુધી પહોંચેલી એક દીકરીનું ભણતર તેમાં છૂટ્યું છે.તો પણ શું?હારે ઈ બીજા! અધવચ્ચે પહોંચેલો આ સંઘ દેવચંદભાઈ સથવારે ક્યારેક તો મંજિલે પહોંચશે જ મહાત્મા ગાંધી ના આદર્શો નું આચરણ કરતી બાળ કેળવણી સંસ્થા માં વિચરતી અને વિમુક્ત જાતિ ના બાળકો ના વાલી સાથે સંવેદના સાથે સંવાદ કરાયો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/