”મોંઘવારી મુકત ભારત અભિયાન” અંતર્ગત અમરેલી સહિત જિલ્લાભરમાં મોંઘવારી વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
અમરેલી, સાવરકુંડલા, બગસરા સહિત તમામ તાલુકાના તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ તથા કોંગી આગેવાનોએ મોંઘવારી વિરૂધ્ધ સીલીન્ડરને પુષ્પાંજલી આપી વિરોધ નોંધાવ્યો
આપ્ા સૌ જાણીએ છીએ તેમ હાલમાં યોજાયેલ ચૂંટણીમાં લોકોના મત મેળવવા માટે આ ભાજપા સરકારે પ્ોટ્રોલ – ડીઝલ – રાંધણ ગેસના ભાવમાં વધારો છેલ્લાં ૧૩૭ દિવસ યથાવત રાખવામાં આવેલ હતો. ત્યાર બાદ ભીંસ અનુભવી રહેલા પ્રજાજનોને રાહત આપ્ાવાના કોઈ પ્રજાલક્ષી નર્ણયિો લેવાને બદલે ભાજપ્ા સરકાર પ્રતિદિન પ્ોટ્રોલ – ડીઝલ – રાંધણ ગેસના ભાવમાં બેફામ વધારો ઝીંકી રહી છે. અત્યંત અસંવેદનશીલ અને સરમુખત્યારી ભાજપ્ા સરકારના અવિચારી અને પ્રજાવિરોધી નર્ણયિો પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યાં છે.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા આદરણીય શ્રીમતી સોનિયા ગાંધી દ્વારા નવી દિલ્હી ખાતે રાખેલ બેઠક દરમ્યાન, પ્ોટ્રોલ – ડિઝલ – ગેસ ના ભાવમાં દિન–પ્રતિદિન બેફામ ભાવ વધારાને પ્ાગલે તમામ આવશ્યક જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ભીષણ મોંઘવારીથી પીડાતી પ્રજા વતી ભાજપ્ા સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ કરવા સમગ્ર ભારતમાં ''મહંગાઈ મુક્ ભારત અભિયાન''નું આયોજન કરેલ છે. આ સંજોગોમાં પ્રદેશ પ્રમુખ આદરણીયશ્રી જગદીશ ઠાકોરની સૂચનાથી અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી, મહામંત્રી શ્રી જનકભાઈ પ્ાંડ્યા, જગદીશભાઈ તળાવીયા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી મનીષભાઈ ભંડેરી, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી સંદીપ્ા પ્ાંડ્યા, સોશિયલ મીડિયા પ્રદેશ ઉપ્ાપ્રમુખશ્રી શરદભાઈ મકવાણા, અમરેલી તાલુકા કોંગ્રેસ ઉપ્ાપ્રમુખશ્રી વિપુલ પ્ાોકિયા, મહામંત્રી શ્રી પ્રવીણભાઈ કમાણી, અમરેલી તાલુકા અનુ. મોરચાના પ્રમુખ શ્રી જે.બી. મકવાણા, અમરેલી તાલુકા અનુ. મોરચાના મહામંત્રી રાજુભાઈ સોલંકી સહિત ના આગેવાનો એ આજે અમરેલી ખાતે વધતી જતી મોંઘવારી, ગેસ, પ્ોટ્રોલ, ડીઝલ ના ભાવવધારા સામે ગેસના બાટલાને પુષ્પાંજલિ અપ્ર્ાણ કરી, સરકાર ના મોંઘવારી વધારતા જન વિરોધી કાર્યવાહી સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ત્યારે બગસરા શહેર કોંગ્રેસ સમિતિ તથા વેપારીઓ દ્વારા મહેગાઈ મુક્ ભારત અભિયાન અંતર્ગત બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પ્ારમાર, બગસરા શહેર કોંગ્રેસ ઉપ્ા પ્રમુખ હુસેન હૈદરા, દંડક અનિલ શેખ, કાર્તિક હીરપ્ારા મંત્રી, વિગેરે શહેરના કોંગ્રેસના હોદેદારો તથા કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્નમ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મોંઘવારી બાબતે સૂત્રોસાર કર્યા હતા, આ મોંઘવારીના વિરોધમાં જિલ્લા ઉપ્ાપ્રમુખશ્રી હસુભાઈ સૂચક, શહેર કોંગ્રેસ પ્રમુખ કનુભાઈ ડોડીયા, અનુ.જાતી મોરચા પ્રમુખ શ્રી હસુભાઈ બગડા, પૂર્વ જી.પ્ાં.ઉપ્ાપ્રમુખશ્રી હાર્દિકભાઈ કાનાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી રસ્તા ઉપર ટ્રાફીક જામ કરી ભાજપ વિરોધી અને મોંઘવારી વિરોધી નારા લગાવ્યા હતા.
Recent Comments