fbpx
અમરેલી

દામનગર શહેર માં ૪૦ વર્ષ જૂની ખુલ્લી ગટર પાલિકા તંત્ર નું સ્વચ્છતા અભિયાન ક્યાં ચાલતું હશે ? પાલિકા તંત્ર નો વિચિત્ર નિયમ રવિવારે શહેર ની મુખ્ય બજારો ની સફાઈ બંધ ફોટા પડાવવા પડાપડી કરતા આગેવાનો વાસ્તવિક સફાઈ કરાવે

દામનગર પાલિકા તંત્ર નો દેખાવ કરવા નો શોખ ક્યારે પૂરો થશે ? સ્વસ્છતાના નામે દામનગરમાં ૪૦ વર્ષ જુની ખુલ્લી ગટરમાં રોગચાળાને ખુલ્લું આમંત્રણ આપતો દુર્ગંધયુક્ત કચરો…તંત્ર મૌન…!!!  દામનગર શહેરના લગભગ તમામ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો છે,પરંતુ અજમેરા શોપીંગ સેન્ટરના સામેના ભાગેથી શરૂ થઈને ધામેલ રોડ સ્મશાન સુધીના નાળા સુધી ૪૦ વર્ષથી વધુ સમયથી ગંદા પાણીના નિકાલ માટેની ખુલ્લી મોટી ગટરને ઢાંકવાની ઘણા સમયથી તંત્ર દ્વારા જણાવવામાં આવે છે…મંજુર થઈ ગયું છે,પણ શું મંજુર થયું છે તે માત્ર કહેવામાં આવે છે.સરકાર મસ મોટું અનુદાન આપે છે તે સારી બાબત ગણાય પણ આ ખુલ્લી ગટરમાં અનેક જાતનો કચરો  ફેકવામાં આવતો હોય અધૂરામાં પૂરું. રાભડા રોડ ચોકડીએ પશુ દવાખાનાની બાજુના પે એન્ડ યુઝ ટોયલેટ અને મુતરડીમાથી નીકળતો પેશાબ પાઈપ લાઈન તૂટેલી હોવાથી ખુલ્લામાથી પસાર થવાથી માથું ફાટી જાય એવી દુર્ગંધ ફેલાતી હોય શું રોગચાળો ફાટી ન નીકળે..!!?    હાલ નગરપાલિકામાં ભા.જ.પ.સત્તામાં છે….ગામ લોકોનું આરોગ્ય ન જોખમાય અને વહેલી તકે આ ખુલ્લી ગટરને ઢાંકી દેવા માટે જડપ થી કાર્યવાહી કરવામાં આવે એવું નાગરિકો ઇસ્છી રહ્યા છે. એક બાજુ સરકાર કરોડો નું બજેટ ખર્ચ સ્વચ્છતા પાછળ ખર્ચી રહી તેવા સમયે દામનગર નગરપાલિકા તંત્ર દ્વારા બારોબાર સફાઈ માટે દેખાવ કરાઈ રહ્યો છે સ્ટેટ ના માર્ગો ઉપર બહાર થી શહેર સાફ દેખાવડા મથતું તંત્ર વાસ્તવિક સફાઈ કરાવે ચોક્કસ વોર્ડ ને કાયમી સફાઈ કર્મચારી અનેકો વિસ્તારો માં મહિના ઓમાં એકવાર માત્ર દેખાવ આવું ક્યાં સુધી ચાલશે ?વેજનાથ મંદિર અને ગાયત્રી મંદિર વચ્ચે પણ ખુલ્લી ગટર માં આવી જ ગંદકી છે ધર્મસ્થાન માં આવતા દર્શનાર્થીઓને ગંદકી ના જ દર્શન પહેલા થાય છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/