fbpx
અમરેલી

ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર બાબરા અને લાઠી તાલુકા સંકલન બેઠક બાદ વિસ્તારના ગ્રામીણ વિસ્તારમા જાહેરસભા

લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર બાબરા અને લાઠી તાલુકા સંકલન બેઠક બાદ વિસ્તારના ગ્રામીણ વિસ્તારમાં પ્રવાસ કર્યો હતો ઇંગોરાળા તેમજ વલારડી ગામે જાહેરસભા અને ગ્રામજનોની મુલાકાત લીધી હતી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા ગ્રામજનોએ બાકી રહેતા ચમારડી રસ્તો પહોળાઈ સાથે મંજૂર કરવા માટે માગણી કરી હતી ધારાસભ્યશ્રી એ આ માંગણીને ગ્રાહ્ય રાખી રસ્તો મંજૂર કરવા માટે ગ્રામજનોને જણાવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રબારી સમાજ ના ઉપપ્રમુખ જશુભાઈ રબારી તેમજ પ્રતાપ ભાઈ મકવાણા જિલ્લા રબારી સમાજના ઉપપ્રમુખશ્રી એ ધારાસભ્યશ્રી એ ગાય અને બકરી માટે પશુપાલકો માટે વિધાનસભામાં જોરદાર રજૂઆત કરી હતી તેનાથી પ્રભાવિત થઈ ધારાસભ્યશ્રી નો શાલ ઓઢાળી સન્માન કર્યું હતું અને તમામ સમાજ નો હોંકારો બની વિરજીભાઇ એ ધારાસભામાં કરેલ કામગીરીની નોંધ લઇ તમામ સમાજ એ બાબતનો સ્વીકાર કર્યો હતો કે લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય એટલે લોકો માટે ચિંતા કરતા ધારાસભ્ય છે ફરી વખત આ ધારાસભ્ય અને મજબૂત કરવા માટે તમામ સમાજ એકત્ર બનીને કામગીરી કરે તેવા આશીર્વાદ આપી ગાય માતા નું રક્ષણ કરવા માટે વિધાનસભામાં કરેલ રજૂઆત ની નોંધ લીધી હતી આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ દેથળીયા તાલુકા પંચાયતના સભ્ય જતીનભાઈ ઠેસિયા વલારડી ગામ ના સરપંચ જગદીશભાઈ કાવઠીયા  વઘાસીયા પરિવાર ધામમના રાજુભાઈ વઘાસિયા તેમજ ગ્રામ જનો ની ઉપસ્થિતિમાં સરસ મજાનો કાર્યક્રમ યોજાયો હતો

ત્યારબાદ ધારાસભ્યશ્રી નાની કુંડળ ની મુલાકાત લઇ નાની કુંડળ ઇતરીયા રસ્તાને જોડવા માટે પણ ગ્રામજનોએ રજૂઆત કરી તેને જલ્દી આ કામ આગળ વધારવા માટે ધારાસભ્યશ્રી તેમની રજૂઆત સાંભળીને તંત્રમાં રજૂઆત કરવા માટે કુંડળ ગામના લોકોને પણ આ આશ્વતકર્યા હતા આ તકે તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મુકેશભાઈ ભાલીયા અશોકભાઈ ડેરવાળિયા તેમજ શીરવાણી ગામના આગેવાનો અને ગ્રામજનોને આ કામ જલ્દી પૂર્ણ કરવા રજૂઆત કરવા ખાતરી આપી ત્યારબાદ ધારાસભ્યશ્રી ચાવંડ ગામે શાર્દુલભાઈ ની વાડી એ સમુહ ભોજન નું આયોજન કરી ચાવંડ ગામ ના પ્રશ્નો સાંભળી આ પ્રશ્નો માટે જે તે વિભાગને રજૂઆત કરીને પ્રશ્નો માટે નિકાલ કરવા તેઓ જણાવ્યું હતું આ તકે આમ્બાભાઈ કાકડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનોએ કરેલી કામગીરીને તમામ સમાજ નોંધ લેવી અને કામગીરી બિરદાવી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/