fbpx
અમરેલી

પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ યુવરાજ સિંહની ધરપકડ બાબતે CM ને લખ્યો લેટર, કહી આવી વાત

પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ યુવરાજસિંહની ધરપકડ બાબતે CM ને લખ્યો છે. જેમાં સરકારી ભરતીઓની ગેરરિતી ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજાની ગેરકાયદેસર ધરપકડ કરવા બાબતે જણાવ્યું હતું. લેટરમાં તેમને જણાવ્યું હતું કે,       

ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ અન્ય વિભાગો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ લઇ અને સરકારી વિભાગોમાં અલગ અલગ કેડરની ભરતી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. જેમાં ખાસકરીને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓની ગેરરિતીઓનું સમગ્ર કૌભાંડ યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા બહાર પાડવામાં આવેલ અને સરકારે તેને સમર્થન આપેલ અને તેના કારણે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનની હકાલપટ્ટી કરવામાં આવેલ અને અન્ય જરૂરી પગલાઓ પણ ભરવામાં આવેલ છે. તેમને તેમને કહ્યું હતું.  

રાજયમાં તમામ મોરચે નિષ્ફળ નિવડેલી સરકાર સામે તમામ ક્ષેત્રે આંદોલનો થઇ રહયા છે. ભાજપ સરકારની ભ્રષ્ટ નિતી અને આશ્રિતોને છાવરવાની નિતીની કારણે ગુજરાતનો યુવાન લાચાર બન્યો છે. તેવું ધાનાણી એ લેટરમાં લખ્યું હતું.    તાજેતરમાં શિક્ષણ વિભાગને લગતા પડતર પ્રશ્નો બાબતે ગુજરાતના યુવા સંગઠન અને વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહેલ હતું તેને યુવરાજસિંહ જાડેજા દ્વારા સમર્થન આપેલ જેના કારણે સરકાર દ્વારા યુવરાજસિંહ જાડેજાની ખોટી રીતે ધરપકડ કરી તેને જેલ હવાલે કરેલ છે જે કૃત્ય ગેરકાયદેસરનુ છે કારણ કે,   

આવા યુવા નેતા દ્વારા સરકારની એજન્સીઓ અને આયોગ દ્વારા થતી ગેરરિતીઓ ઉજાગર કરવાનું કામ કરેલ છે અને સરકાર પક્ષે કામગીરી કરેલ છે, જેથી આવા વિદ્યાર્થી નેતાઓને સરકારે પ્રોત્સાહીત કરવા જોઇએ તેના બદલે તેની ધરપકડ કરીને ભરતી કૌભાંડો તથા અન્ય ગેરરિતીઓ ઢાંકવાનું સરકાર કામ કરી રહેલ છે તે વ્યાજબી નથી.     આથી કક્ષાએથી અંગત રસ લઇ ધરપકડ કરવામાં આવેલ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની ઉપર ગત તા.૫-૪-૨૦૨૨ના રોજ સેકટર-૨૧ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ એફ.આઇ.આર. રદ કરી તેઓને જેલમુકત કરવા મારી વિનંતી સહ ભલામણ છે. તેમ લેટરમાં જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/