દમનગર ના છભાડીયા ગામે તાલુકા કક્ષાની ડો બાબા સાહેબ ની ૧૩૧ મી જન્મ જ્યંતી ની ઉજવણી રક્તદાન કેમ્પ યોજી ને કરાય
દમનગર ના છભાડીયા ગામે ડો બાબા સહેબ ની ૧૩૧ મી જન્મ જ્યંતી ની ભવ્ય ઉજવણી કરાય બંધારણ ના ઘડવૈયા ની જન્મ જ્યંતી એ યુવાનો દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો ડો.બાબા સાહેબ ની જન્મજયંતિ નિમિતે લાઠી તાલુકા કક્ષાનો કાર્યકમ છભાડીયા પ્રાથમિક શાળા માં યોજવામાં આવેલ જેમાં અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના જીતુભાઇ ડેર જિલ્લા પંચાયત ના જનકભાઈ તળાવીયા લાઠી તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલીયા, મતિરાળા જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ સુતરીયા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ સુનિતાબેન પરમાર, દામનગર શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ નારોલા દામનગર નગરપાલિકા પ્રમુખ પ્રીતેશભાઈ નારોલા, તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઈ જમોડ, તેમજ લાઠી તાલુકા પંચાયત સભ્યો તથા છભાડીયા ગ્રામ પંચાયત સરપંચ તેમજ સભ્યો અને ગ્રામજનો સ્થાનિક યુવાનો સાથે હાજર રહી સાથે બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરનાર ભાઈઓ અને બહેનોએ આ કાયૅક્રમને ખુબ જ સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા.
Recent Comments