fbpx
અમરેલી

લાઠી ખાતે હેલ્થ મેળા નું આયોજન આયુષ્યમાન ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી

લાઠી “સર્વે ભવન્તુ સુખીન: સર્વે સન્તું નિરામય:.” એ વિચાર ને સાર્થક કરતા આયુષ્યમાન ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે અમરેલી જિલ્લાનાં લાઠી શહેરમાં સરકારી હોસ્પિટલ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલનાં માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મર, અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી જીતુભાઈ ડેર, તાલુકા મામલતદાર ગઢવી સાહેબ રેવન્યુ નાયબ મામલતદાર વી જે ડેર સાહેબ જનકભાઈ તળાવિયા, ભરતભાઈ સુતરીયા, નગરપાલિકા લાઠી  ભરતભાઈ પાડા, ડો. કાપડિયા અને ડો. સિદ્દીકી ની ઉપસ્થિતિમાં હેલ્થ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ મેળામાં ૩૮૧ જેટલા ગંભીર બીમારી વાળા દર્દીઓ, સગર્ભા બહેનો, બાળકો વગેરે ને નિઃશુલ્ક આરોગ્ય તપાસ, વિવિધ પ્રકાર ના લેબોરેટરી રિપોર્ટ, સ્થળ પર જ સારવાર, બીપી ડાયાબિટસવાળા  બિનચેપી રોગોનું સ્ક્રિનિંગ, ટેલિકન્સલ્ટિંગ, ઈ-સંજીવની કન્સલ્ટિંગ, ટીબી ની તપાસ, કોરોના રસીકરણ, કુટુંબના તમામ સભ્યો ના આયુષ્માન કાર્ડ અને યુનિક હેલ્થ આઈ.ડી.કાર્ડ સહિત જુદી-જુદી આરોગ્ય વિષયક સેવાઓ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. લોકો ના સ્વાસ્થ્ય ની હિતકારી માટે યોગ નિદર્શન, હઠીલા રોગો ની આયુર્વેદ અને હોમીઓપેથીક સારવાર પણ આપવામાં આવી હતી. ઉપરાંત, આરોગ્ય વિભાગ માં ચાલતા તમામ પ્રોગ્રામ ની માહિતી આપવામાં આવી હતી.  આ મેળામાં ગાયનેકોલોજિસ્ટ ડો. જયદીપ વઘાસિયા, જનરલ ફિઝિશિયન ડો. રુજલ પટેલ, ડેન્ટિસ્ટ ડો. કુણાલ બઢિયા સહિતનાં નિષ્ણાંત ડોકટર ટીમ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં લોકોને સેવા આપી હતી. આ સમગ્ર કામગીરી માં તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર આર મકવાણા, ડો. મુકેશ સિંગ, ડો. સિંહા, ડો. રોહિત ગોહિલ, ડો. શીતલ રાઠોડ, ડો. હરીવદન પરમાર, ડો. હસમુખ, ડો હિતેશ સહિત તમામ આર બી એસ કે ડોકટરો, સી એચ ઓ, આરોગ્ય કર્મચારીઓ, આશાઓ અને તાલુકા હેલ્થ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવીને આ મેળાને સફળ બનાવવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/