અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લીલીયાના નીતિનભાઈ ત્રિવેદીની અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ મા મહામંત્રી તરીકે નિમણુક આપવામાં આવી
જીલ્લા કોંગ્રેસ અધ્યક્ષ શ્રી ડી.કે.રૈયાણી સાહેબ ની અધ્યક્ષતા હેઠળલીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી ખોડાભાઈ માલવિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી બહાદુરભાઈ બેરા, જીવનભાઈ વોરા, તેમજ લીલીયા તાલુકા કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકતા ની માંગણી મુજબ શ્રી નીતિનભાઈ આર ત્રિવેદી ને અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ મા મહામંત્રી તરીકેની જવાબદારી સોપવામાં આવી આ કાર્યક્રમ લીલીયા મોટા સર્કીટ હાઉસ મા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી ની આગેવાની હેઠળ યોજવામાં આવેલ જેમાં પૂર્વ વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી, પ્રતાપભાઈ દુધાત ધારાસભ્ય શ્રી સાવરકુંડલા અને લીલીયા તેમજ વિરજીભાઈ ઠુમ્મર ધારાસભ્ય શ્રી બાબરા તેમજ અમરીશભાઈ ડેર ધારાસભ્ય શ્રી રાજુલા- જાફરાબાદ દ્વારા ટેલીફોનીક અભિનદન અને સંદેશો પાઠવેલ હતો અને પાર્ટીના કામે લાગી જવા આહવાન કરેલ હતું
આ કાર્યકમ માં તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી ખોડાભાઈ માલવિયા, તાલુકા પંચાયત પ્રમુખ બહાદુરભાઇ બેરા, ઉપ પ્રમુખ ભુપતભાઈ પટોળીયા, સરપંચ શ્રી જીવનભાઈ વોરા, તા.પ. કારોબારી ચેરમેન વિજયભાઈ કોગથીયા, જીલ્લા કોંગ્રેસ મંત્રી દકુભાઈ બુટાણી, ભીખાભાઈ દેવાની, ઉપ સરપંચ શ્રી વિજયભાઈ શેખલિયા, પૂર્વ તા.પ. જીવરાજભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ચોથાભાઇ કસોતીયા, ગોવિંદભાઈ પરમાર, સૌક્તભાઈ શિરમાન, ટીંબડી બાપુ, કલ્પેશભાઈ ડાભી, સાંતીભાઇ બગડા, બ્રહ્મ સમાજ અગ્રણી નીલેશભાઈ મહેતા, ટીનાભાઈ ભાલાળા, તેમજ કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો હાજર રહ્યા હતા અને નીતિનભાઈ ત્રિવેદી ને ફૂલહાર કરવામાં આવ્યા હતા. અને અંતમાં શ્રી નીતિનભાઈ ત્રિવેદી દ્વારા પાર્ટી ના કામે તન માન ધન થી સેવા કરવાના કોલ આપેલ અને તમામ કાર્યકર્તા ઓને આહવાન પણ કરેલ છે કે આગામી દિવસોમાં તમામ સાથે રહીને વફાદારી સાથે કામ કરશું અંતમાં લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ
Recent Comments