fbpx
અમરેલી

કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલાએ અમરેલી તાલુકાના 383 કુપોષિત બાળકોને મદદ ટ્રસ્ટ મારફત દતક લીધા

કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલાએ અમરેલી તાલુકાના 383 કુપોષિત બાળકોને મદદ ટ્રસ્ટ મારફત દતક લીધા છે. તાજેતર મા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પોષણ મિશનની શરૂઆત કરી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલાએ અમરેલી તાલુકાના 383  કુપોષિત બાળકો ને મદદ ટ્રસ્ટ મારફત દતક લીધા છે.

પ્રધાનમંત્રીએ મન કી બાતના માધ્યમથી કુપોષણ વિરૂધ્ધ પ્રભાવશાળી લડત માટે આહવાન કર્યુ હતુ. જે અંતર્ગત આજે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલાએ અમરેલી તાલુકા તથા શહેરના 383 કુપોષિત બાળકોને મદદ ટ્રસ્ટના ઉપક્રમે દતક લીધા હતા. ઇશ્વરીયા ખાતે આજે પુજય મોરારી બાપુની ઉપસ્થિતિમા આ બાળકોને દતક લઇ ચિંતા વ્યકત કરી જણાવ્યું હતુ કે આપણા રાષ્ટ્રનુ બાળક કુપોષિત હોય કે માંદલુ હોય તો રાષ્ટ્ર પણ માંદલુ બને. જે આપણને જરાય પરવડે તેમ નથી. આપણા રાષ્ટ્રનુ દરેક બાળક સ્વસ્થ અને સશકત હોવાનુ જોઇએ.

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયાએ આ અંગે પુરૂષોતમ રૂપાલાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે કુપોષિત બાળકોને આયોજનબધ્ધ રીતે ખ્યાતનામ ડોકટરોના માર્ગદર્શન હેઠળ પોષણક્ષમ આહાર મળે, સુપોષિત બને તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/