દામનગર શહેરમાં નાગરિકોને મુશ્કેલીમાં મુકતા આખલાઓ…નો આતંક,સત્તાધીશોના આંખ આડા કાન.. અમે સલામત( સત્તાધીશો )
દામનગર શહેરમાં નાગરિકોને મુશ્કેલીમાં મુકતા આખલાઓ…નો આતંક,સત્તાધીશોના આંખ આડા કાન.. અમે સલામત( સત્તાધીશો ). સવાર પડેને ચા – પાણી નાસ્તાની ટેવ હોય એમ સવાર પડેને એકજ ચિંતા સતાવે.. ઘરની બહાર નીકળવામાં જોખમ ઉભુ થાય શેરીમાં કે બજારોમાં રખડતા આખલા શિંગડે થી ઉલાળશે તો…સામ સામા આખડતા આખલાઓ થી શહેરીજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે.રખડતા – ભટકતા આખલાઓનો આતંક એટલો બધો વધ્યો છે કે મોટા તો ઠીક નાના બાળકો ને ઘરની બહાર રમવા કે નિશાળે મોકલવા કઈ રીતે..વાહનમાં લઈ જવામાં પણ મોટી મુસીબત ઉભી થાય છે.રસ્તામાં વચ્ચો વચ્ચ બેઠા રહેતા અને ગમ્મે ત્યાં ફરતા રહેતા રખડતા ઢોર ને કારણે છાશવારે કોઈ વ્યક્તિને ઢીકે ચડાવીને ફંગોળતા હોય,ગામલોકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર અને કહેવાતા સામાજીક કાર્યકરો નગરપાલિકાને સહકાર આપી,રેઢિયાળ પશુઓને કારણે કોઈ ગંભીર બનાવ ન બને એવી સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.એક સવાલ એ પણ છે કે શું નગરપાલિકાઓને આ બાબતે સત્તા નથી…!!!?
Recent Comments