ગુજરાત સરકારની કમાણી સરકારી તાયફાઓમાં સમાણી : પરેશ ધાનાણી
ગુજરાતમાં છેલ્લા ર૭ વર્ષથી ભાજપનું શાસન છે, અને ભાજપના શાસનમાં ગુજરાત રાજયની સ્થિતી દિન પ્રતિદીન કથળતી જાય છે, ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતની જનતાની પરસેવાની કમાણીના રૂપિયા સરકારી તાયફાઓ કરવામાં વેડફી નાંખે છે આજે સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂના હાટડાઓ ચાલે છે,ગુજરાતમાં ડ્રગ્સનું રેકેટ પણ મોટા પાયે વિસ્તરી રહયુ છે, બળાત્કારની ઘટનાઓ વધી રહી છે, દિન પ્રતિદીન હત્યાનું પ્રમાણ પણ વધી રહયુ છે, તથા આત્મહત્યાઓ પણ વધતી જાય છે, આજે ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યાનો રાફડો ફાટયો છે, ખેડુતોને ખેતી કરવી અઘરી બની છે ગરીબવર્ગને પોતાના પરીવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયુ છે, તથા મધ્યમવર્ગ મોઘવારીના મારથી પીસાય રહયો છે, વેપારીવર્ગને ધંધા રોજગાર ઠપ્પ છે વગેરે જેવી ભયાનક વિકરાળ પરિસ્થિતમાં ગુજરાતની જનતાની પરસેવાની કમાણીના નાણાં ગુજરાતની ભાજપ સરકાર પોતાની સ્વ પ્રસિધ્ધિ માટે વેડફી રહી છે.ખરેખર જો ભાજપ સરકારમાં નીતિમતા હોય તો ગુજરાતની સળગતી સમસ્યાનું નિવારણ કરવા માટે સરકારી રૂપિયાનો સદઉપયોગ કરવો જોઈએ.
Recent Comments