fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસની ”તાલીમ શીબીર” યોજાઇ
પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતાઓ અમરેલી જિલ્લાના અગ્રણીઓ, હોદેદારો, ચુંટાયેલા સભ્યોને પક્ષની વિચારસરણીથી અવગત કર્યા

મોંઘવારી, બેરોજગારી જેવી અનેક વિકરાળ સમસ્યાઓમાંથી ગુજરાતની પ્રજા ત્રસ્ત : સૌરાષ્ટ્ર ઝોન પ્રભારીશ્રી રામકિશન ઓઝા

 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદેદારોની તાલીમ શીબીર તા. ર૭–૦૪–ર૦રર ને બુધવારના રોજ પટેલ વાડી, ગજેરાપરા, અમરેલી ખાતે યોજાયેલ હતી.
 આ શિબીરમાં  બયહહ કો–ઇન્ચાર્જ અને સૌરાષ્ટ્ર ઝોન પ્રભારીશ્રી રામકિશન ઓઝા, કો–ઓર્ડીનેટર શ્રી જશવંતસિંહ ભટ્ટી, પ્રદેશ ઉપપ્રમુખ શ્રી કરશનભાઇ વેગડ, જિલ્લા પ્રભારીશ્રી શ્રી દિલીપભાઇ પટેલ,  ટ્રેનર શ્રી કાંતિભાઇ બાવરવા, ડો. ક્રિષ્નાબેન પટેલ, શ્રી શરદભાઇ મકવાણા, શ્રી અહેમદભાઇ શેખ વિ. એ ઉપસ્થિત કોંગ્રેસપક્ષના હોદેદારોને કોંગ્રેસનો ઇતિહાસ, કોંગ્રેસપક્ષની કાર્યસરણી અને નિતીઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુ અને બુથસ્તર સુધી ઉત્કૃષ્ઠ મેનેજમેન્ટ દવારા ર૦રર ની વિધાનસભા ચુંટણીઓમાં મજબુત ટીમ વર્કથી કામ કરવાથી ૧૦૦ % જીત મળે તેમ છે. ત્યારે લોકોના પ્રશ્નોના અસરકારક નિરાકરણ માટે જન આંદોલન કરવા આહવાન કરવામાં આવેલ હતું.
 આ તાલીમ શીબીરમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી. કે. રૈયાણી, ધારાસભ્ય અને પુર્વ નેતા વિપક્ષ પરેશભાઇ ધાનાણી, ધારાસભ્યશ્રી અંબરીશભાઇ ડેર, પુર્વ ધારાસભ્યશ્રી ઠાકરશીભાઇ મેતલીયા, પ્રદેશમંત્રીશ્રી સુરેશભાઇ કોટડીયા, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી જેનીબેન ઠુંમર, જિ.પં. નેતા વિપક્ષ શ્રી પ્રભાતભાઇ કોઠીવાળ, બાબુભાઇ રામ, પુર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી શંભુભાઇ દેસાઇ સહિત જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, મંત્રીશ્રીઓ સહિતના હોદેદારો, તાલુકા અને શહેર સમિતિઓના પ્રમુખશ્રીઓ, યુવક કોંગ્રેસ સહિતના પક્ષના તમામ સેલ ફ્રન્ટલ વિભાગના જિલ્લા પ્રમુખશ્રીઓ, તા.પં./નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વર્તમાન અને પુર્વ હોદેદારશ્રીઓ, સંયોજકશ્રીઓ, સીનીયર આગેવાનો અને સોશીયલ મિડીયા ટીમ ઉપસ્થિત રહયા હતા.
 ઉપસ્થિત સૌરાષ્ટ્રઝોન પ્રભારીશ્રી રામકિશન ઓઝાએ પત્રકાર પરિષદમાં ગુજરાતમાં શાળાઓ શિક્ષણની કથળતી સ્થિતી, ખેડુતોના પ્રશ્નો, આરોગ્યક્ષેત્રે સરકારની નિષ્ફળતા, ભ્રષ્ટાચાર અને જન સુવિધામાં રાજયની ભાજપ સરકાર દ્વારા લોકોની અવગણના બાબતે, પીવાના પાણીની સમસ્યા જેવી અનેક વિકરાળ સમસ્યાઓમાંથી ગુજરાતની પ્રજા ત્રસ્ત છે, મોંઘવારીનો અસહય માર, યુવાનોને સરકારી ભરતીમાં વારંવાર પેપર ફુટવાના બનાવો, બેરોજગાર યુવાનો વિગેરે અમરેલીના પ્રશ્નોથી ત્રસ્ત ગુજરાતની પ્રજા અવશ્ય કોંગ્રેસ પક્ષને મત આપી વિજયી બનાવશે તેવો આહવાદ વ્યકત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી જનકભાઇ પંડયા, જગદીશભાઇ તળાવીયા, અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષભાઇ ભંડેરી, હંસાબેન જોષી, વસરા સાહેબ, વિપુલભાઇ પોંકીયા, પ્રવિણભાઇ કમાણી અને ચેતનભાઈ વામજાની સમગ્ર ટીમ દવારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/