રાજુલા, ખડપીઠમાંથી એક ઇસમને એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કુલ-૧૧ તથા રોકડા રૂ.૬,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૯૩,૯૯૯/- ના મુદામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલતી રાજુલા સર્વેલન્સ સ્કોડ
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિંમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનેલા હોય અને અમરેલી જીલ્લાના વણ-શોધાયેલા મિલ્કત સંબધી ગુન્હાઓના ભેદ ઉકેલવા ખાસ સુચના અને માર્ગદશર્ન આપેલ હોય, જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સ્રર્વેલન્સ સ્કોડના UHC ભરતભાઇ મુહાભાઇ વાળા તથા ટાઉન બીટના ASI ડી.ડી.મકવાણા વિગેરે પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા, ખડપીઠમાંથી એક ઇસમને કોઇ બીલ કે આધાર પુરાવા વગરના જૂદી-જૂદી કંપનીના અને અલગ અલગ મોડેલના કુલ-૧૧ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૮૭,૪૯૯/- તથા રોકડા રૂ. ૬,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૯૩,૯૯૯/- નો મુદામાલ ગુનાની તપાસના કામે તથા શક પડતી મિલ્કત તરીકે Cr.P.C. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી, મજકુર ઇસમ વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી, સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરેલ છે.
પકડાયેલ ઇસમ:-*(૧) ભરતભાઇ ઉર્ફે ભગો વિરાભાઇ બાબરીયા ઉ.વ.૨૫ ધંધો-ડ્રાઇવિંગ રહે.જૂની માંડરડી, રામજી મંદિર પાસે તા.રાજુલા જિ.અમરેલી
પકડવાનો બાકી ઇસમ:-*(૨) મહેશભાઇ મનુભાઇ ધાખડા રહે.નવા ઝાંપોદર તા.રાજુલા જિ.અમરેલી
ગુન્હાના કામે કબ્જે કરેલ મુદામાલ*(૧) ઓપો કંપનીનો ઓરેન્જ કલરની બોડીવાળો મોબાઇલ ફોન, કિ.રૂ. ૨૨,૯૯૯/-(૨) રોકડા રૂ.૬,૫૦૦/-
શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરેલ મુદામાલ*(૧) જૂદી-જૂદી કંપનીના અને અલગ અલગ મોડેલના કુલ-૧૦ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૬૪,૫૦૦/- ડીટેકટ થયેલ ગુન્હાઓ:-*(૧)રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૨૦૩૧૬/૨૦૨૨, આઇ.પી.સી. કલમ- ૩૮૦,૪૫૭ મુજબ.
આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી ડી.વી.પ્રસાદ તથા રાજુલા પો.સ્ટે.ના સ્રર્વેલન્સ સ્કોડના UHC ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ તથા ટાઉન બીટના ASI ડી.ડી.મકવાણા તથા LRD ધનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા LRD વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ તથા LRD ભરતસિંહ લાખાભાઇ ગોહીલ તથા LRD સંજયભાઇ દેવજીભાઇ ચાવડાનાઓએ કરેલ છે
Recent Comments