fbpx
અમરેલી

અમરેલીમાં નિર્માણ પામી કલામ સાહેબની કલ્પનાની શાળા
ડો. કલામ ઈનોવેટીવ સ્કુલ

અમરેલીમાં નિર્માણ પામી કલામ સાહેબ ની કલ્પનાની શાળા ડો. કલામ ઈનોવેટીવ સ્કુલ.શિક્ષણની આધુનિક જરૂરીયાત તેમજ વિદ્યાર્થીઓને વિપુલ તકો મળી રહે તેવા શુભ આશય સાથે અમરેલીમાં ડો.કલામ ઇનોવેટીવ સ્કુલની શુભ શરૂઆત આ વર્ષ થી કરવામાં આવી છે અમરેલી વિસ્તાર કડવા પટેલ જ્ઞાતિ પ્રચારક મંડળના વિશેષ સહયોગથી ઇશ્વરીયા ગામ પાસે આવેલા વિશાળ કેમ્પસમાં આ શાળા શરૂ થઈ રહી છે. કલામ સાહેબની વિચારધારા પર કામ કરતી સંસ્થા ડો.કલામ ઈનોવેટીવ વર્કસ દ્વારા ખાસ આ સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ કેમ્પસની અંદર વિશાળ હોસ્ટેલની પણ ખાસ સુવિધા છે. બહારગામના વિદ્યાર્થીઓને જેમનો પૂરતો લાભ મળશે. આ ઉપરાંત નજીકના ગામડા તેમજ અમરેલી શહેરના વિદ્યાર્થીઓ માટે બસની સુવિધા પણ ઉપલબ્ધ છે.

વિદ્યાર્થીઓને નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાની એકટીવીટી કરવા માટેની વિશાળ તક મળી રહે તેવી વ્યવસ્થા આ શાળા દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત ઇસરો, આઇ.પી.આર, જેવી નામાંકિત સંસ્થા સુધી પહોંચવાની તક પણ આ શાળા દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ શિક્ષણ વિભાગના નામાંકિત તજજ્ઞો માર્ગદર્શક તરીકે જોડાશે અને વિદ્યાર્થીઓ ને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડશે. અમરેલીના તેજસ્વી યુવાનો જય કાથરોટીયા, કેવલ મહેતા અને ધવલ ભીમજીયાણી દ્વારા ભારે જહેમત ઉઠાવીને આ પ્રકારની સ્કૂલની શુભ શરૂઆત કરવામાં આવી છે. અમરેલીના આંગણે નિર્માણ પામેલી આ વિશિષ્ટ સ્કૂલ વિદ્યાર્થીઓના વિકાસને વેગ આપવાનું માધ્યમ બની રહે તેના માટે અમરેલીના સુજ્ઞ વાલીઓ પોતાના બાળકની વિકાસ યાત્રાના સાક્ષી બની રહે તેના માટે અમરેલીના વાલીઓનો સાથ સહકાર આ શાળાને મળી રહે તેવી અમર આશા સંસ્થા સંસ્થાપકો દ્વારા રાખવામાં આવી છે.ભવિષ્યના કલામના નિર્માણ માટે આપ આજે જ સંસ્થાની મુલાકાત લો તેવી આપ બધાને અંતર  મનથી પ્રાર્થના.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/