fbpx
અમરેલી

ગ્રામ પંચાયત વી.સી.ઇ. ને કમિશન પ્રથા બંધ કરાવી ફિકસ વેતનથી નિમંણુક અપાવી સરકારી કર્મચારીનો દરજ્જો  આપવા માટેની મુખ્યમંત્રીને પત્ર પાઠવી ને રજૂઆત કરતા પ્રતાપ દુધાત

         હાલમાં ગ્રામ પંચાયતના વી.સી.ઇ. આંદોલન કરી રહ્યા છે અને તેમની માંગણી સ્વીકારવા ઘણા સમય થી રજુઆત કરી રહ્યા છે અને હાલમાં આંદોલનમાં હોવાના કારણે ગ્રામ પંચાયત સરકારી ઓનલાઈન વસ્તુ નો લોકોને મળી રહ્યો નથી જેથી ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સરકારને લેટર લખવામાં આવ્યો છે કે વી.સી.ઇ. ની માંગણીઓ સ્વીકારી તેમનું આંદોલન બંધ કરાવવું જોઈએ અને વી.સી. દ્વારા સરકાર  તા. ૨૦/૧૦/૨૦૨૧ તથા તા. ૨૭/૧૦/૨૧ ના રોજ ગુજરાત ની ગ્રામ પંચાયત ઇ-ગ્રામ કોમ્પ્યુટર સાહ્સિક મંડળ દ્વારા અવાર નવાર આવેદનપત્ર તેમજ ધરણા કરવા માટે મજબુર થતા હતા. તે અંગે ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઇ મંડળ દ્વારા માન મુખ્ય મંત્રીશ્રીને લેખિત  રજુઆત  ૨૦૧૬ થી કરવામાં આવેલ છે. તેમજ આપશ્રી અને પંચાયત મંત્રીશ્રી બનતા તેમને પણ રજુઆત કરતા તા. ૨૧/૧૦/૨૦૨૧ ના રોજ થી હડતાળ કરવાની જાહેરાત મંડળે કરેલ જેથી પંચાયત મંત્રીશ્રી દ્વારા તા. ૨૦/૧૦/૨૦૨૧ ના રોજ બેઠક કરીને વીસીઇના પ્રશ્નો અને માંગણીઓ સ્વીકારીને નિરાકરણ લાવવાની બાહેધરી આપેલ ત્યાર બાદ તા. ૨૭/૧૦/૨૦૨૧ ના રોજ માન મુખ્ય મંત્રીશ્રી સાથે બેઠક કરાવીને પગાર – ધોરણની માંગણીનુ નિરાકરણ કરવા માન. મુખ્ય મંત્રીશ્રીએ સુચના આપતા અમોને સકારાત્મક બાહેધરી આપેલ હતી પંચાયત વિભાગ દ્વારા ૮ મહિના થવા છ્તાં માંગણીઓ બાબતે કોઇ અમલ ના કરતા અને ઇ-ગ્રામ સોસાયટી એસ.એલ.ઇ શ્રી નિલકંઠ માતર દ્વારા પ્રાયવેટીકરણ (b2c)ના મુદા લાવીને ખોટી માહીતી આપીને વી સી ઇની માંગણી બાબતે કોઇ નિર્ણય ના થાય તેવા પ્રયાસ થતા હોય વીસીઇનુ ભવિષ્ય અંધકારમય બનેલ છે. જેમને ધ્યાને લઈને ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત દ્વારા પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવેલ છે કે ઇ-ગ્રામ વીસીઇને ૧ રુપિયો પણ પગાર આપવામાં આવતો નથી અને ગુજરાત રાજયના ૧૩૦૦૦ જેટલા વીસીઇનુ શોષણ કરવામાં આવી રહેલ છે.વીસીઇના મુળભુત હક્કોનુ હનન થઇ રહ્યુ છે. અધિકારીઓ દ્વારા દબાણ આપીને રજાને દિવસે. તથા રાત્રે પણ કામ કરાવવામાં આવે છે. બીજા વિભાગોના કર્મચારીઓનુ કામ પણ અમુક સમયે વીસીઇઓ પાસે કરાવવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં વીસીઇ માનસિક તણાવ હેઠળ કામ કરે છે. આટલુ બધુ કામનુ ભારણ હોય તેમ છ્તાં ગુજરાત સરકાર વીસીઇને પગાર-ધોરણ આપવામાં આવતું નથી. તેમજ વીસીઇની માંગણીઓ(૧‌ )   કમિશન પ્રથા બંધ કરીને ફિક્સ વેતન સાથે  પગાર ધોરણ લાગુ કરવામાં આવે. (૨)   સરકારશ્રી સાથે ૧૬ વર્ષથી વગર પગારે કામ કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરીને સરકારી લાભો આપવામાં આવે.(૩)   આરોગ્ય લક્ષી સુવિધા આપતા પરિવાર સહિત વિમા કવચ આપવામાં આવે.( ૪)  વીસીઇને ગ્રામ પંચાયત ખાતે દબાણ થતુ હોય દબાણમાં ના આવતા વીસીઇને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી  નાખવામાં આવે છે. તેમજ એમના લાગતા વળગતા લોકોને લેવા માટે વીસીઇને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી નાખવામાં   આવે છે. જે બાબતે કડક જોબ સિક્યુરીટી બાબતનો જી આર કરવામાં આવે અને સરકારશ્રીની મંજુરી વગર કોઇ પંચાયત વીસીઇને કાઢી ના શકે(૫)   કોરોના મહામારીમાં મરણ પામેલ વીસીઇને આર્થિક સહાય આપવામાં આવે.                           

 આમ મંડળ દ્વારા માંગણીઓ કરેલ જેમાથી સરકારે માંગણીઓ સ્વીકારીને નિરાકરણ કરવા બાહેધરી આપેલ હતી. પરંતુસરકારે આપેલ હૈયાધારણા અને માંગણીઓનો કોઇ અમલ કરેલ ના હોય અને તેઓના હક્કની વાત નજર અંદાજ થતા તેઓ નાછુટકે વીસીઇ મંડળને અચોક્ક્સ મુદતની હડતાળ કરવાની ફરજ પડેલ છે. જેથી તમામ વીસીઇ સરકારશ્રીની નિતિનોવિરોધ કરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપતા તા. ૧૧/૦૫/૨૦૨૨ ના રોજથી તમામ ઇ-ગ્રામ પંચાયત કેંદ્ર બંધરાખીને ગાંધીનગર સત્યા ગ્રહ છાવણી ખાતે ભેગા થશે અને ન્યાય માટે લડત આપશે. ત્યારે તેઓના હકક અને ન્યાય માટે આપશ્રીને આ રજુઆત કરવાની ફરજ પડેલ છે. ગાંધી ચીંધ્યા માર્ગે લડત માટે ફરજ પડેલ છે. ત્યારે આ લડત આપતા જે કંઇ અધટિત ધટના ના ધટે કે કોઇ અનિચ્છનિય બનાવના બને. સમાન કામ સમાન વેતન, લધુતમ વેતનનો ભંગ થતો હોય જેથી તેઓને ન્યાય આપવા માટે મુખ્યમંત્રી શ્રીને પત્ર પાઠવતા ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/