fbpx
અમરેલી

અમરેલી તાલુકાનાં રાઢીયા ગામની સીમમાં ચોરી કરનાર ઇસમોને કુલ કિ.રૂ.૭,૧૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીનો ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી.

અમરેલી તાલુકાના, રાઢીયાથી લુણીધાર તરફ જવાના રસ્તે પોપટભાઇ વિરજીભાઇ ઉધાડ, ઉ.વ.૬૫, રહે.રાઢીયા, તા.જિ.અમરેલી વાળાની બુટવાળુ નામની વાડી આવેલ છે. ગઇ તા.૦૬/૦૫/૨૦૨૨ નાં રાત્રીના સમયે કોઇ અજાણ્યા ઇસમોએ આ વાડીમાં પ્રવેશ કરી, વાડીના મકાનમાં રાખવામાં આવેલ આશરે ૮૦ મણ લસણ કિં.રૂ.૪૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે પોટપભાઇએ ફરીયાદ આપતાં, અજાણ્યા આરોપી વિરૂધ્ધ અમરેલી તાલુકા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.રનં ૧૧૧૯૩૦૦૪૨૨૦૪૧૭/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯, ૪૫૭ મુજબનો ગુને રજી. થયેલ હતો.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું.

અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા

એલ.સી.બી. ટીમને મળેલ બાતમી હકિકત આધારે અમરેલી, સાવરકુંડલા બાયપાસ રોડ ઉપરથી ત્રણ ઇસમોને

પીકઅપ વાહન સાથે ઉપરોકત ચોરીમાં ગયેલ મુદ્દામાલનું લસણની હેરફેર કરતા પકડી પાડવામાં સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી તાલુકા પો.સ્ટે.માં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ

(૧) સુનીલ વિરજીભાઇ સોલંકી, ઉ.વ.૩૭, રહે.રાજકોટ, આજીડેમ ચોકડી GIDC આનંદનગર, તા.જિ.રાજકોટ મુળ રહે.નાની ફાફણી, તા.કોડીનાર, જિ.ગીર સોમનાથ. (ર) અજય નાથાભાઇ સોલંકી, ઉ.વ.૧૯,રહે.રાજકોટ. આજીડેમ ચોકડી, GIDC આનંદનગર, તા.જિ.રાજકોટ.

(૩) પ્રવિણ ચંદુભાઇ સોલંકી, ઉ.વ.૧૯, રહે.રાજકોટ, આજીડેમ ચોકડી GIDC આનંદનગર, તા.જિ.રાજકોટ મુળ રહે.વાંકીયા, તા.જિ.અમરેલી,
પકડાયેલ મુદ્દામાલઃ

લસણ ૨૦ મણ કિં.રૂ.૧૦,૦૦૦/- તથા ખાલી બારદાન (ગુણી) નંગ – ૨૫, કિં.રૂ.૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૧

કિં.રૂ.૫૦૦/- તથા પીકઅપ વાહન (રજી. નંબર આવેલ નથી) કિં.રૂ.૭,૦૦,૦૦૦/- મળી મળી કુલ કિં.રૂ.૭,૧૦,૫૦૦.નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા.કરવામાં આવેલ છે.

રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/