૨૧,૩૭૫ લીટર બાયોડીઝલ તથા ટેન્કર ટ્રક સહિત કુલ કિં.રૂ .૧૯,૭૮,૫૨૮ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ .સી.બી
બાબરા ટાઉનમાં રાજકોટ – ભાવનગર હાઇવે રોડ ઉપરથી ગેરકાયદેસર રીતે બાયોડીઝલ ભરેલ ટેન્કર ટ્રક પસાર થવાનો છે તેવી હકીકત આધારે એક ઇસમને ૨૧,૩૭૫ લીટર બાયોડીઝલ તથા ટેન્કર ટ્રક સહિત કુલ કિં.રૂ .૧૯,૭૮,૫૨૮ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ .સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બાયોડીઝલનું ગેરકાયદેસર સંગ્રહ , વેચાણ અને હેર – ફેર કરતાં ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બાયોડીઝલની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી , બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા અમરેલીજિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હતું . જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન રાજકોટ – ભાવનગર રોડ ઉપરથી એક ગેરકાયદેસર બાયોડીઝલ ભરેલ ટ્રક પસાર થવાનો છે તેવી હકીકત આધારે બાબરા ટાઉનમાં નવા સર્કીટ હાઉસની સામેથી ટેન્કર ટ્રક રજી . નંબર GJ – 12 – AT – 5433 માં અનઅધિકૃત બાયોડીઝલ ૨૧,૩૭૫ લીટર સાથે એક ઇસમને પકડી પાડવામાં આવેલ . આ પકડાયેલ ઇસમ તથા અનઅધિકૃત બાયોડીઝલ ભરેલ ટેન્કર ટ્રકને આગળની કાર્યવાહી થવા સારૂ તાલુકા એક્ઝિકયુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદારશ્રી , બાબરા નાઓને સોંપી આપવામાં આવેલ છે .
પકડાયેલ ઇસમ સોહનલાલ જોધારામ વૈષ્ણવ , ઉ.વ .૩૦ , ૪૬ , ખીલોરીયાકી ઢાણીયા , કાતરલા , તા.ધોરીમના , જિ.બાડમેર , રાજસ્થાન જ પકડાયેલ મુદ્દામાલ બાયોડીઝલ ૨૧,૩૭૫ લીટર જેની કિં.રૂ .૧૦,૭૮,૫૨૮ / – તથા ટેન્કર ટ્રક રજી . નંબર GJ – 12 – AT – 5433 , કિં.રૂ .૯,૦૦,૦૦૦ / – મળી કુલ કિં.રૂ. ૧૯,૭૮,૫૨૮ / – નો મુદ્દામાલ . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા , પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વાસ કરવામાં આવેલ છે .
Recent Comments