fbpx
અમરેલી

લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ અમરેલી જિલ્લા માં દ્વારા ૧૩ લાયન્સ કવેસ્ટ ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપ ના આયોજન કરવામાં આવ્યા

અમરેલી લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ અમરેલી જિલ્લા માં દ્વારા ૧૩ લાયન્સ કવેસ્ટ ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપ ના આયોજન કરવામાં આવ્યા.કવેસ્ટ એટલે ખોજ, મુગ્ધાવસ્થા ની મૂંઝવણ, સમસ્યા અને તેનો મનોવૈજ્ઞાનિક ઉકેલ. આ તાલીમ વિવિધ શાળા ના શિક્ષકો ને આપવામાં આવી રહી છે.
જીવન ઘડતર નો એક અનોખો કાર્યક્રમ, જીવન પરિવર્તન નો કાર્યક્રમ, તોફાની અને ગેર માર્ગે દોરવાતા બાળકો ના કૌશલ્યની ખોજ(Quest) કરી તેને વિવિધ પ્રવૃતિઓ દ્વારા વિકસાવવાની તાલીમ, ખરેખર જીવન ઘડતર નો એક અદભૂત કાર્યક્રમ જેમાં બે દિવસની તાલીમમાં પ્રથમ દિવસે લાયન્સ ઇન્ટરનેશનલના વિશ્વકક્ષાના ટોચના ખ્યાતનામ મનોવૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ સાત પુસ્તકો નો સેટ આપવામાં આવે છે. તાલીમ બાદ વાલી મિટિંગ બોલાવી તેમાં લાયન્સ કવેસ્ટ તરફથી વિધ્યાર્થીની સંખ્યા મુજબ પુસ્તકો વાલી માટે અને વિદ્યાર્થીઓ માટે આપવામાં આવે છે. બે દિવસ નો વર્કશોપ ઇન્ટરનેશનલ ટ્રેનર દ્વારા કોઈ કાંટાળાજનક પ્રવચન નહીં માત્ર વિવિદ્ય પ્રવૃતિઓ જેના દ્વારા તોફાની અને ગેરમાર્ગે દોરવાતા બાળકોના અભ્યાસમાં જબરું પરિવર્તન આવે, બાળકોના વર્તન વ્યવહાર મા હકારાત્મક પરિવર્તન આવે, અભ્યાસ માં રસ અને રુચિ વધશે તેના પરિણામ માં ચોક્કસ સુધારો થશે જ એવો જીવન ઘડતર નો એક અદભૂત કાર્યક્રમ. આ તાલીમ માત્ર બાળક જ નહિ પરંતુ ખુદ શિક્ષક અને વાલી માટે પણ ખૂબ જ અસરકારક બની રહે છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ જે ના ગવર્નર PMJF લાયન વસંત મોવલિયા અને લાયન્સ કવેસ્ટ ના ચેરમેન લાયન રાકેશ નાકરાણી દ્વારા સમગ્ર સૌરષ્ટ્ર કચ્છ માં ૭૩ તથા લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા અમરેલી જિલ્લા માં ૧૩ ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ તાલીમો લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ માં પ્રમુખ લાયન દિનેશ કાબરિયા, સેક્રેટરી લાયન વિજય વસાણી, ટ્રેઝરર લાયન અરુણ ડેર તથા ટિમ દ્વારા યોજવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/