fbpx
અમરેલી

અમરેલી LCBની ટીમે બાબરામાં 21 હજાર લીટર બાયો ડિઝલ ભરેલુ ટેન્કર ઝડપી લીધુ

અમરેલી એલસીબીની ટીમે આજે બાતમીના આધારે બાબરામા રાજકોટ ભાવનગર હાઇવે પર વોચ ગોઠવી 21375 લીટર બાયો ડિઝલ ભરેલુ ટેન્કર ઝડપી લીધુ હતુ. પોલીસે 19.78 લાખનો મુદામાલ કબજે લીધો હતો. અમરેલી જિલ્લામા બાયો ડિઝલનુ ગેરકાયદે વેચાણ અને હેરાફેરી અવારનવાર બહાર આવે છે. ત્યારે પોલીસે આજે આવી હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરી છે.

બાબરામા રાજકોટ ભાવનગર હાઇવે પર બાયો ડિઝલની હેરાફેરી ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસવડા હિમકર સિંઘની સુચનાથી એલસીબી પીઆઇ આર.કે.કરમટા તથા સ્ટાફે અહી વોચ ગોઠવી હતી અને જીજે 12 એટી 5433 નંબરનુ ટેન્કર પસાર થતા તેને અટકાવી તલાશી લેવામા આવી હતી.

ટેન્કરમા બાયો ડિઝલનો 21375 લીટર જથ્થો ગેરકાયદે હેરાફેરી કરવામા આવી રહ્યો હોવાનુ ખુલ્યુ હતુ. જેના પગલે એલસીબીની ટીમ દ્વારા ડિઝલનો આ જથ્થો કબજે લેવામા આવ્યો હતો અને પકડાયેલા મુળ રાજસ્થાનના સોહનલાલ જોધારામ વેષ્ણવ નામના યુવકની ધરપકડ કરવામા આવી હતી. પોલીસે 10.78 લાખનુ બાયોડિઝલ અને ટેન્કર મળી કુલ રૂપિયા 19.78 લાખનો મુદામાલ કબજે લેવામા આવ્યો હતો. અમરેલી એલસીબીની ટીમે આજે બાતમીના આધારે બાબરામા રાજકોટ ભાવનગર હાઇવે પર વોચ ગોઠવી 21375 લીટર બાયો ડિઝલ ભરેલુ ટેન્કર ઝડપી લીધુ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/