fbpx
અમરેલી

ઇકો ગાડીમાં દેશી દારૂની હેરાફેરી કરતાં 4 આરોપીને પકડી પાડતી બાબરા પોલીસ

બાબરા પોલીસ સ્ટેશનમાં ઇકો ગાડીમાં દેશી દારૂની હેરાફેરી કરતાં દેશી દારૂ લી. 200 કિ. રૂ.4000 તથા ઇકો ગાડી મળી કુલ રૂ. 2,54000ના પ્રોહી મુદ્દામાલ સાથે કુલ 4 આરોપીને પકડી પાડતી બાબરા પોલીસ ટીમ

પોલીસ અધિક્ષક, અમરેલી હિમકર સિંહ નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દેશી દારૂની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતિ કરતાં ઇસમોને ઝડપી પાડવા  જે. પી. ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ જે. એમ. કૈલા પોલીસ ઇન્સપેક્ટર બાબરા પોલીસ સ્ટેશન નાઓને બાબરા પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.

જે અંતર્ગત બાબરા વેલનાથ સોસાયટીમાં રહેતાં કિરીટ કેશુભાઇ સોલંકીના ઘરે દેશી દારૂ એક ફોરવ્હીલ ગાડીમાં આવવાનો હોય તેવી હકિકત મળેલ હોય જે બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ વાઘેલા તથા હેડ કોન્સ્ટેબલ કિરણભાઇ તનસુખભાઇ સોલંકી તથા હેડ કોન્સ્ટેબલ  બાબુભાઇ આલાભાઇ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ જગદિશભાઇ બાબુભાઇ રામાણી એ રીતેના નાઓએ એક ઇકો ફોરવ્હીલ ગાડીમાંથી દેશી દારૂની હેરાફેરી કરતાં કુલ 4 ઇસમોને દેશી દારૂ લીટર 200 કિ. રૂ. 4000 તથા ઇકો ફોરવ્હીલ ગાડી નંબર  GJ 05 RJ 1196 કિ. રૂ. 2,50,000ના પ્રોહી મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ બાબરા પોલીસ સ્ટેશનમાં કલમ ૬૫ઇ, ૯૮(૨), ૮૧ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુનામાં પકડાયેલ આરોપીની વિગત : 

૧) અશરફભાઇ મહમદભાઇ સૈયદ ઉ.વ. ૩૧ ધંધો ડ્રાઇવીંગ રહે. બાબરા ધુળીયા પ્લોટ વિસ્તાર તા. બાબરા,જી. અમરેલી
૨) નીલેષભાઇ પ્રતાપભાઇ ધાધલ ઉ.વ. ૨૯ ધંધો ખેતી રહે. બાબરા દાનેવનગર, તા. બાબરા જી. અમરેલી
૩) કિરીટભાઇ કેશુભાઇ સોલંકી ઉ.વ. ૩૫ ધંધો મજુરી રહે. બાબરા વેલનાથ સોસાયટી તા.બાબરા જી. અમરેલી
૪) રાહુલભાઇ બાબુભાઇ ભવાણીયા ઉ.વ. ૨૫ ધંધો મજુરી રહે. બાબરા નીલવડા રોડ તા. બાબરા જી. અમરેલી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/