fbpx
અમરેલી

અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટી ફરાર થઇ ગયેલ કાચા કામના કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.


ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં પેરોલ, ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલમાંથી ફરારી કેદીઓ/આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.


જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે દ્વારા અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટીને ફરાર થઇ ગયેલ નાસતા ફરતા કેદીને આજ રોજ તા.૨૧/૦૫/૨૦૨૨ નાં રોજ અમરેલી શહેરમાંથી પકડી પાડવામાં સફળતા મેળવેલ છે. ફરાર થયેલ કેદી અમરેલી જિલ્લા જેલ ખાતે પ્રોહીબીશનના કેસમાં કાચા કામના કેદી તરીકે હોય અને
હાલ કોરોના વૈશ્વિક મહામારી સબબ આ કેદીને તા.૧૮/૦૧/૨૦૨૨ ના રોજ દિન-૬૦ માટે વચગાળાના જામીન ઉપર
મુક્ત કરવામાં આવેલ. આ કેદીઓને તા.૨૦/૦૩/૨૦૨૨ ના રોજ બપોરે કલાક ૧૨/૦૦ વાગ્યે હાજર અમરેલી જિલ્લા
જેલ ખાતે થવાનું હતું પરંતુ આ કેદી જિલ્લા જેલ ખાતે હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો.

પકડાયેલ કેદી
વિપુલ નરશીભાઇ સમતરીયા, ઉ.વ.૩૨, રહે.મોટા દેવળીયા, તા.બાબરા, જિ.અમરેલી.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/