fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં અથાણાંની મોસમ પૂરજોશમાં..

માર્કેટમાં દેશી કાચી  કેરી, રાજાપુરી કાચી કેરી અને કેસર કાચી  કેરી વેચાતી જોવા મળે છે. ગૃહિણીઓ આ કાળઝાળ મોંઘવારીમાં પણ અથાણાં તો બનાવે છે. પરંતુ તેની માત્રા થોડી કમ હોય છે.

મસાલા ભરવાની સીઝન પૂર્ણ થવાને આરે.. અથાણાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. એમ કહેવાય છે કે જો ચા બગડી તો દિવસ બગડ્યો. પરંતુ જો અથાણું બગડે તો આખું વરસ બગડે. આમ તો આપણી ભારતીય પરંપરામાં અથાણાનું ખાસ્સું મહત્ત્વ છે. પહોંચી શકતા લોકો આખા વર્ષનું અનાજ, મસાલા અને અથાણું તેની સીઝન દરમિયાન કરી લેતાં હોય છે. ખાસકરીને અથાણું બનાવવું એ પણ એક કૌશલ્ય જ ગણાય. ઘરમાં વડીલ સ્ત્રીઓ જ મોટે ભાગે અથાણાં બનાવવાની જવાબદારી લેતાં હોય છે. જો કે અથાણું બનાવતી વખતે પણ ઘણી સાવધાની રાખવી પડતી હોય છે. આપણાં દેશમાં મોટાભાગે પરંપરાગત અથાણાં બનતાં જોવા મળે છે. ખાસકરીને કેરીનું અથાણું બનાવવા માટે મોટે ભાગે લોકો રાજાપુરી કાચી કેરી, કેસર કાચી કેરી અને દેશી કાચી કેરીનો પ્રચુર માત્રામાં ઉપયોગ કરતાં જોવા મળે છે. આમ ખાટી કેરી, ગળી કેરી, કેરીનો મુરબ્બો, વગેરે કેરીના અથાણાના વિવિધ પ્રકાર છે.

આ સિવાય પણ લીંબુનું અથાણું, કરમદાનું અથાણું, કેરડાનું અથાણું, ગુંદાનું અથાણું, ડાળા ગરમરનું અથાણું, આંબળાનું પણ અથાણું થાય છે. જો કે આજની ફાઈવ જી જનરેશન હવે અથાણાં બનાવવાની કડાકૂટમાં નથી પડતી. પરંતુ અનેક અથાણાં બનાવતી કંપનીઓ દ્વારા બનાવેલ અથાણાંનો ઉપયોગ કરતી થઈ ગઈ છે. એટલે લોકો જેમ ઘણી વખત ભોજનનું ટિફિન બહારથી મંગાવી ભોજન કરતાં જોવા મળે છે તેવી રીતે આજની ન્યુ જનરેશન હવે અથાણાં જેને હિન્દી ભાષામાં અચાર કહે છે અને અંગ્રેજીમાં પીકલ કહે છે એવા પ્રિઝર્વેટીવ યુક્ત  અથાણાંઓ બઝારમાંથી તૈયાર બનાવેલ અથાણાં ખરીદીને આરોગતાં જોવા મળે છે. હાલ અથાણાની સીઝન શરૂ છે. ગૃહિણીઓ માર્કેટમાંથી કાચી કેરી જેનો ભાવ પ્રતિ કિલો ૬૦ થી ૮૦ જેવો છે તે ખરીદતાં જોવા મળે છે. હા, ગુંદાનું અથાણું બનાવવા માટે આ કાચી કેરીનું વધેલું ખાટું પાણી ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસકરીને કેરડાનું અથાણું ખાવાની મજા કોઈ ઓર જ છે. પરંતુ હાલ કેરડા મોંઘા પણ છે અને ભાગ્યે જ માર્કેટમાં વેચાણ થતાં જોવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/