ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાને ગણતરીના કલાકોમાં ડીટેકટ કરી સંપુર્ણ મુદ્દામાંલ રીકવર કરી આરોપીને પકડી પાડતી ધારી પોલીસ ટીમ
ભાવનગર રેન્જના આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં મીલ્કત સંબધી ગુન્હાઓ બનતા અટકાવવા સુચના આપેલ હોય,અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં બનેલ મિલ્કત સંબધી ગુન્હાઓની ખંતથી ઉંડાણપુર્વક તપાસ કરી અને ગુન્હાઓનો ભેદ ઉકેલી અને આરોપીઓને પકડી ચોરીમા ગયેલ મિલ્કત તેના મુળ માલીકને પાછી મળે તે માટેના સઘન પ્રયત્નો કરવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ના.પો.અધિ. શ્રી.કે.જે.ચૌધરી સાહેબ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા,તથા સર્કલ પો.ઇન્સ. કે.સી.રાઠવા સાહેબ નાઓ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ,
ધારી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થવા પામેલ એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૨૦૪૦૦/૨૦૨૨ આઇ.પી.સી.કલમ ૩૮૦,૪૫૪ મુજબના ગુન્હો તા.૨૮/૦૫/૨૦૨૨ ના ક.૨૦/૩૦ વાગ્યે રજીસ્ટર થયેલ અને સદરહું ગુન્હામાં ફરીયાદીના સોના ચાંદીના ઘરેણા મળી કુલ કિ.રૂ.૫,૫૭૦૦૦/-મુદ્દામાંલ કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય અને ધારી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.ડી.સી.સાકરીયા તેમજ સ્ટાકના અનાર્મ હેડ કોન્સ.જે.પી.ભેડા તથા એસ.કે.મકવાણા તથા અનાર્મ પો.કોન્સ. એ.સી.વાળા તથા અનાર્મ પો.કોન્સ. યુ.બી.માંજરીયા તથા આર્મ પો.કોન્સ. આર.એ.કહોર વિગેરે નાઓએ ઉપરોકત ગુન્હાના કામના આરોપીને ગુન્હો દાખલ થયાની ગણતરીની કલાકો માં પકડી પાડી અને ફરીયાદીની ચોરી મા ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરી આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે. ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત
દિપકકુમાર રાકેશકુમાર વ્યાસ ઉં.વ.૨૪ ધંધો.સેવાપુજા રહે.હત્યારહરણ તા.ચંડીલા જી.હરદોય રાજ્ય ઉત્તરપ્રદેશ
રીકવર કરેલ મુદ્દામાલ
(૧) સોનાનો ડબલ પટ્ટાનો હાર
(ર) સોનાની કંઠી
(૩) સોનાની પટ્ટી આકારની ચેઇન
(૪) સોનાની વીટી ફુલ નંગ – ૦૮
(૫) સોનાની બુટી નંગ-૦૨
(૦૬) ચાંદીની બંગડી નંગ – ૦૨ મળી કુલ કિ.રૂ.૫,૫૭,૦૦૦/- નો મુદ્દામાંલ રીકવર કરવામાં આવેલ છે.
Recent Comments