fbpx
અમરેલી

વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતિ નિમિષાબેન સુથારે સાઇકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય  અંતર્ગત અમરેલી ખાતે નેહરુ યુવા કેન્દ્ર શરુ છે. મંતવ્ય ન્યૂઝના સહયોગથી તા.૩ જૂન “વિશ્વ સાયકલ દિવસ” નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજયમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે લીલી ઝંડી ફરકાવી સાઇકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. સાઇકલ દિન નિમિત્તે સાઇકલનું મહત્વ દર્શાવવા રાજયમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે અમરેલી ખાતેની આ સાઇકલ રેલીમાં જોડાઇ યુવાનોને પ્રેરણા અને દ્રષ્ટાંત પૂરાં પાડ્યા હતા. મહત્વનું છે કે, અમરેલીના રાજકમલ ચોકથી લઇ કોલેજ સર્કલ સુધી આ સાઇકલ રેલી યોજાઇ હતી, જેમાં અમરેલીના નગરજનો જોડાયા હતા. રાજયમંત્રીશ્રી નિમિષાબેન સુથારે, મંતવ્ય ન્યૂઝ તરફથી કરવામાં આવેલા આ કાર્યક્રમ, અંગ દાન મહાદાન, અને નેહરુ યુવા કેન્દ્રની યુવા પ્રવૃત્તિ-કામગીરીને પ્રેરણાદાયી હોવાનું જણાવ્યું હતું. 

            વધુમાં રાજયમંત્રીશ્રીએ, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતાની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. તેમણે શહીદ સ્મારકને પણ પુષ્પ અર્પણ કરી અમર શહીદોને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.

આ પ્રસંગે રાજયમંત્રીશ્રી નિમિષાબેન સુથારનું નેહરુ યુવા કેન્દ્ર અમરેલીના ફિલ્ડ ઓફિસર જલ્પાબેન કણબી વરદ હસ્તે પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં વિકાસકુમાર, પ્રવીણભાઈ જેઠવા, અશરફભાઈ કુરેશી, જિલ્લા રમતગમત અધિકારી પ્રોફેસર જે.એમ.તળાવીયા જિલ્લા એન.એસ.એસ ઓફિસર કોમર્સ કોલેજ , પરેશભાઈ પરમાર મંતવ્ય ન્યૂઝ વગેરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/