fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ યુવા મોરચાની કારોબારી બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા યુવા મોરચાની આગામી કાર્યક્રમ સંદર્ભે અમરેલી ખાતે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઈ વેકરીયાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શીયાળનાં અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠક યોજાઈ.
આ બેઠકમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપનાં મહામંત્રી નરેશભાઈ દેસાઈ, અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ કાબરીયા, અમરેલી જિલ્લા યુવા ભાજપનાં સંગઠન પ્રભારી ચંદ્રજીતસિંહ ચુડાસમા, અમરેલી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી મૌલીક ઉપાધ્યાય, જગદીશ નાકરાણીની વિશેષ ઉપસ્થિતીમાં આગામી કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓને આગામી દીવસોમાં પ્રજાલક્ષી કાર્ય કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાથો સાથ આઝાદીકા અમૃત મહોત્સવ પાત્રમાં ર૦ દીવસ માટે સતત જોડાયેલ અમરેલી જિલ્લા યુવા મોરચાનાં કારોબારી સભ્ય ગટુ રામાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ અમરેલી જિલ્લામાં આવેલ યાત્રા જે મંડલમાંથી પસાર થઈ તે મંડલમાં ભવ્ય સફળતા અપાવવા બદલ પ્રતિક રૂપે મંડલ યુવા મોરચાનાં પ્રમુખશ્રીનું સમગ્ર ટીમ વતી સન્માન કરવામાં આવ્યું. આ બેઠકમાં અમરેલી જિલ્લા યુવા મોરચાનાં હોદેદારો, મંડલ પ્રમુખ/મહામંત્રીશ્રીઓ, સમગ્ર ટીમ, અમરેલી જિલ્લા યુવા ભાજપ સેલ મોરચાં ઈન્ચાર્જશ્રીઓ, પ્રદેશ કારોબારી આમંત્રીત સભ્યશ્રીઓ, મંડલનાં પ્રભારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/