fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરના પ્રબુદ્ધ નાગરિક હર્ષદભાઈ જોશીને કૂતરા માટે  કરુણા જાગી અને લોકો તથા તંત્ર સમક્ષ શ્ર્વાન સેવા તીર્થની યોજના મૂકી.. હવે તંત્ર અને જીવદયા પ્રેમીઓએ વિચારવું રહ્યું કે આગળ શું કરવું?

સાવરકુંડલાના જાગૃત નાગરિક હર્ષદભાઈ જોશીને રખડતું ભટકતું કૂતરું તો કરડ્યું અને આ સંદર્ભે તેમણે સરકારી દવાખાને સારવાર પણ લીધી અને સાવરકુંડલા નગરપાલિકાને ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રખડતુ ભટકતું કૂતરું કરડવાથી થયેલ માનસિક અને શારીરિક યાતના બદલ વળતર મેળવવા કાનૂની નોટિસ પણ પાઠવી. પરંતુ સાથે સાથે આ  સિનિયર સિટીઝને કૂતરાને પણ કૂતરા જેવું જીવન ન જીવવું પડે તે માટે એક સરસ મજાનો પ્લાન પણ લોકો સમક્ષ મૂક્યો. જો કે  પ્રથમ દ્રષ્ટિએ થોડો અવ્યવહારુ લાગે પરંતુ ગંભીરતાથી વિચારીએ તો લોકો અને તંત્ર લોકભાગીદારીથી કે સ્વતંત્રરીતે જેવી રીતે રખડતી ભટકતી ગાયો માટે ગૌશાળા ચાલે છે.

તેવી જ રીતે કૂતરાના કલ્યાણ માટે અને કૂતરા વધુ સારું અને તંદુરસ્ત જીવન વ્યતીત કરી શકે તે માટે જીવદયાની ભાવનાથી શ્ર્વાન સેવા તીર્થ જેવું જીવદયાનું કલ્યાણકારી કાર્ય કરી એક હાઈજેનિક સ્થાન પસંદ કરી અહીં શહેરના મોટાભાગના રખડતાં ભટકતાં કૂતરાંઓને આશ્રય આપી ત્યાં તેની માવજત અને ઉછેર કરી શકાય ખરો. જો કે આમ ગણીએ તો સાવરકુંડલા શહેર જીવદયા પ્રેમીઓનું જ શહેર છે એટલે આવી યોજના અહીં સફળ પણ થઈ શકે. એટલે જો દ્રઢ મનોબળ અને હિંમત સાથે આવું સેવાકાર્ય કરવા માટે કોઈ સંસ્થા કે સંગઠન આગળ આવે તો સાવરકુંડલાની આ પહેલ સમગ્ર ગુજરાતના લોકો માટે પણ પ્રેરણાદાયી મુવમેન્ટ થઈ શકે.. હા, આમ પણ શહેરમા ઘણાં જીવદયા પ્રેમીઓ શ્ર્વાનને પણ ભોજન કરાવતાં જોવા મળે છે. તો શ્ર્વાન માટે આવું શ્ર્વાન સેવા તીર્થ ન બની શકે? એ વિચારને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે પણ જીવદયા પ્રેમીઓ સાથે તંત્રે પણ આ દિશામાં વિચારવાનું તો અવશ્ય રહ્યું.. બસ એક નાની શરૂઆત પણ સફળ થઈ શકે ખરી. જો કે આવી પળોજણ કરે કોણ એમ પણ ઘણાં માનતા હશે.. પરંતુ ગુજરાતીમાં કહેવત છે મન હોય તો માળવે જવાય. એ વીલ વીલ ફાઇન્ડ એ વે..  અશક્ય કશું નથી ફક્ત આવા સેવાકાર્યો કરવાનો  દ્રઢ નિર્ધાર જોઈએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/