fbpx
અમરેલી

પોપ્યુલેશન કન્ટ્રોલ એકટ ૨૦૨૨ સત્વરે લાવવા પ્રા.જે.એમ.તલાવીયાની માંગ

આપણા દેશમાં વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જાય છે, જે આવતા સમયમાં આપણા માટે માનવ સંસાધન બનવાના બદલે માનવ જવાબદારી બની જશે.
દુનિયામાં આપણો દેશ ક્ષેત્રફળમાં  ૩.૨૮૭ મિલિયન ધન કિલોમીટર સાથે સાતમા ક્રમે છે જ્યારે વસ્તીની ગીચતામાં ૧૩૫ કરોડની વસ્તી  સાથે બીજા ક્રમે છે. આ પ્રમાણમાં આપણો દેશ વસ્તીની ખૂબ ગીચતા ધરાવે છે. જેના લીધે ગરીબી – બેકારી – કુપોષણ –   ભૂખમરો – ટ્રાંફિક જેવી સમસ્યાઓ મો ફાડીને બેઠી છે.આપણા વિકાસના મીઠા ફળો વસ્તી વધારો ખાય જાય છે. આપણે મહેનત ખૂબ કરીએ છીએ પરંતુ પરિણામ સ્વરૂપ ફળ ગરીબોને વિવિધ યોજનાઓ મારફત મફત આપવું પડે છે. એ ઉપરાંત કોઈ ચોક્કસ કોમ્યુનિટી વસ્તી વધારા માટે જવાબદાર છે, જે સહેજેય ચલાવી લેવાય તેમ નથી.દેશની તમામ સમશયાઓનું મૂળ વસ્તી વધારો છે અને એટલા માટે જ ” Population control is panecia   for all country wide problems ” આ અંગે સત્વરે કાનૂન બનાવી આ દેશને વસ્તી વધારાના ભરડામાંથી ઉગારી એવી રજુઆત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદોને અમરેલીના જાગૃત અને પ્રબુદ્ધ અધ્યાપક પ્રા.જે.એમ.તલાવીયાએ કરી છે. તેમણે આ અંગે પુરુષોત્તમભાઈ રૂપાલા, શ્રી ડો.એમ.એમ.પલ્લમ રાજુ જી, મનસુખ માંડવીયા,સી.આર.પાટીલ, નારણભાઇ કાછડીયા અને આર.સી.મકવાણાને પાત્રો પાઠવી અવગત કર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/