fbpx
અમરેલી

અમરેલી શહેર મામલતદાર કચેરીમાં પુરવઠામાં મહેકમ ઉભું કરવાની માંગ કરતા : અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

ગુજરાતમાં ભાજપના શાસનમાં તમામ કચેરીઓમાં કર્મચારીઓની અછત રહેલી છે, જેની પાછળ ભાજપની મેલીમુરાદ રહેલી છે, દરેક કચેરીઓમાં કર્મચારીઓનું પુરુ મહેકમ ન હોવાથી અરજદારોના કામ સમયસર થતા નથી.આજે ગુજરાતમાં ચાર ગામ વચ્ચે એક તલાટીમંત્રી કામ કરી રહયા છે, અને ૬ થી ૭ ગામ વચ્ચે એક ગ્રામસેવક કામ કરે છે,ઘણી બધી તાલુકા પંચાયતની કચેરીઓમાં પણ તાલુકા વિકાસ અધિકારી ચાર્જમાં કામ કરે છે. જેમાં અમરેલી મામલતદાર કચેરીને પણ બે ભાગની અંદર શહેર/ગ્રામ્યમાં વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં હાલમાં અમરેલી શહેર મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાં મહેકમ ન હોવાથી અરજદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, અમરેલી શહેર પુરવઠાનો બોજ હાલમાં અમરેલી ગ્રામ્ય પુરવઠા ઉપર રહેલો છે, જેને લીધે ગ્રામ્ય કે શહેરી અરજદારોના કામનો સમયસર નિકાલ થઈ શકતો નથી આથી તત્કાલ અમરેલી શહેર મામલતદાર કચેરીમાં પુરવઠા માટે નવું મહેકમ મંજુર કરવાની માંગ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/