ફેસબુકના માધ્યમથી ફેક ID બનાવી ન્યુડ કોલ કરી , લોકોને ફસાવી પૈસા પડાવતી ગેંગના સભ્યને ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી હરીયાણાથી પકડી પાડતી અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ
શ્રી અશોકકુમાર યાદવ સાહેબ , પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ ‚ દ્વારા અમરેલી જીલ્લામાં મિલ્કત સંબંધીત તથા શરીર સંબંધીત ગુન્હાઓના આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહીત પ્રવૃતિ કરતા ઇસમોને ઝડપી પાડવા શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એચ.કે.મકવાણા સાયબર ક્રાઇમ પો.સ્ટે . અમરેલીની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ . જે અંતર્ગત વડીયા પો.સ્ટે . અમરેલી એ – પાર્ટ ગુ.ર.નં. – ૧૧૧૯૩૦૬૦૨૨૦૨૦૮ / ૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૦૬,૩૮૫,૫૦૩,૧૨૦ ( બી ) , તથા આઇ.ટી.એક્ટ ક . ૦૬ – ડી , ૬૬ – ઇ મુજબનો ગુન્હો તા .૨૩ / ૦૪ / ૨૦૨૨ ના ક .૧૫ / ૦૦ વાગ્યે બનવા પામેલ તથા સદરહુ ગુન્હો તા .૦૩ / ૦૫ / ૨૦૨૨ ના ક .૧૫ / ૩૦ વાગ્યે વડીયા પો.સ્ટે . અમરેલી ખાતે જાહેર થયેલ . સદરહુ ગુન્હાના કામના ફરીયાદી હરેશભાઇ દાનાભાઇ પરમાર નાઓએ જાહેર કર્યા મુજબ આ કામે મરણ જનારને આ કામના આરોપી ” અનુસીંધી ” નામ ના ફેક ફેસબુક ID વાળા વ્યક્તિએ મરણ જનારને તેનો ન્યુડ વીડીયો વાયરલ કરી દેવાની વોટ્સએપ મેસેજથી ધમકી આપી તેમજ મોબાઈલ દ્વારા પોલીસની ખોટી ઓળખ બતાવી મરણ જનારને અલગ અલગ સમયે બ્લેકમેઇલ કરી બળજબરીથી પૈસા મેળવી લેવા અવાર નવાર પૈસાની માંગણી કરતા આ કામે મરણ જનારા કંટાળી જઈ ગળેફાંસો ખાય આત્મહત્યા કરી મરણ જનારને મરવા માટે મજબુર કરી ગુન્હો કરેલ . જે ગુન્હાના કામના આરોપી હૈદર અલી સ / ઓ મહમુદ રહે મુળ – પુન્હાના – મેવાત ( હરિયાણા ) હાલ -નાગલસભા તા.હિન જી.પલવલ રાજ્ય – હરિયાણાવાળાને ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી હરીયાણાથી પકડી પાડેલ છે . * પકડાયેલ આરોપી હૈદર અલી સ / ઓ મહમુદ ઉ.વ .૨૪ ધંધો.અભ્યાસ મુળ હે -પુન્હાના , મેવાત ( હરિયાણા ) હાલ રહે- ઘર નં -૨૮૬ વોર્ડ નં -૨ પ્રાથમિક શાળાની સામે , -નાગલસભા તા.હિન જી.પલવલ રાજ્ય – હરિયાણા , સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમરેલી આમ , પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચનાથી , શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ ફેસબુકના માધ્યમથી ફેંક ID બનાવી ન્યુડ કોલ કરી , લોકોને ફસાવી પૈસા પડાવતી ગેંગના સભ્યને ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી હરીયાણાથી પકડી પાડવામાં સાયબર ક્રાઇમ પો.સ્ટે . અમરેલીના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એચ.કે.મકવાણા , તેમજ સાયબર ક્રાઇમ પો.સ્ટે . અમરેલીના પો.કોન્સ , રાજેશભાઇ પનોત તથા પો.કોન્સ . અમીતભાઇ ઘેવરીયા તેમજ વડીયા પો.સ્ટે.ના પો.કોન્સ . વિપુલભાઇ રાઠોડનાઓને સફળતા
Recent Comments