fbpx
અમરેલી

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧૨મીએ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા.૧૨ જુલાઈ, ૨૦૨૨ને મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા રોજગાર કચેરી, પ્રથમ માળ,સી-બ્લોક,બહુમાળી ભવન અમરેલી ખાતે ડિજિટલ રોજગાર ભરતી મેળો યોજાશે. આ ડિજિટલ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે પુરુષ ઉમેદવારો માટે ખાલી જગ્યાને અનુરૂપ આઈ.ટી.આઈ. વેલ્ડરની તકનીકી શૈક્ષણિક લાયકાત અને મહિલા ઉમેદવારો માટે ખાલી જગ્યા અનુરુપ કોપા, ફીટર, ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, ટર્નર, મશીનીષ્ટ, ટ્રેકટર મિકેનિક, ઇલેક્ટ્રીશ્યન, પેઈન્ટર જનરલ વગેરેની લાયકાત ઉપરાંત વયમર્યાદા ૧૮ થી ૨૩ વર્ષની રાખવામાં આવી છે. આ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup  પર જોબ સીકર તરીકે નોંધણી કરાવી પોર્ટલ પર લોગ ઈન કરી જોબ મેનુમાં ક્લિક કરી જરૂરી વિગતો ભરવાની રહેશે. વિગત ભર્યા બાદ જ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી,અમરેલીના કોલસેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/