fbpx
અમરેલી

અમરેલી શહે ૨ માંથી ૧ કિલો ૩૫૦ ગ્રામ ગાંજા સહિત કુલ કિ.રૂા .૨૭,૮૫૦ / -ના અન્ય મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

અમરેલી શહે ૨ માંથી ૧ કિલો ૩૫૦ ગ્રામ ગાંજા સહિત કુલ કિ.રૂા .૨૭,૮૫૦ / -ના અન્ય મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ . શ્રી અશોક કુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓ દ્વારા ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ , કેફી ઔષધો , મન : પ્રભાવી દ્રવ્યો તથા એન.ડી.પી.એસ. ( ગાંજો , અફીણ , હેરોઇન , એમ.ડી. ) વિગેરેના ગેરકાયદેસર વેપાર , હેરા – ફેરી , વેચાણ અટકાવવા સુચના આપવામાં આવેલ હોય , જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , અમરેલીનાઓનાં માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ગે.કા.વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ . જે અનુસંઘાને શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઈન્સપેક્ટ , ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય , અમરેલી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે , અમરેલી શહેર વિસ્તારમાં રહેતો ઇરફાન ઉર્ફે જીગો અબુશા ઓઠા રહે.અમરેલી મોટા કસ્બાવાડ , તા.જી.અમરેલીવાળો પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે . જે અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા મજકુર ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે . પકડાયેલ આરોપી – ( ૧ ) ઇરફાન ઉર્ફે જીગો અબુશા ઇસ્માઇલભાઇ ઓઠા ઉવ .૩૨ ધંધો – ડ્રાઇવિંગ રહે.અમરેલી , જુમા મસ્જીદ , મોટા કસ્બાવાડ , ગુંદીયા ચોરા પાસે , તા.જિ.અમરેલી . કબ્જે કરેલ મુદ્દામાલ ઃ મજકુર પકડાયેલ ઈસમ ગે.કા. રીતે પોતાનાં કબ્જા ભોગવટાનાં રહેણાંક મકાને ( ૧ ) ગાંજો ૧ કીલો ૨૩૫ ગ્રામ , કિ.રૂા .૧૨,૩૫૦ / – તથા ( ૨ ) એક ઇલેકટ્રોનિક વજન કાંટો કિ.રૂા .૫૦૦ / – તથા ( ૩ ) એક મોબાઇલ ફોન કિ.રૂા .૧૫,૦૦૦ / મળી કુલ કિ.રૂા .૨૭,૮૫૦ / – ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે પકડાયેલ આરોપી વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ અન્વયે ગુનો રજીસ્ટર કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે અમરેલ સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે . આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ . , શ્રી ડી.વી.પ્રસાદ બગસરા પો.સ્ટે . , તથા શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઈન્સપેક્ટ , ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા એક ઈસમને ગાંજાનો જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/