fbpx
અમરેલી

વંદે ગુજરાત’ યાત્રાનું ચિતલ સ્વામિનારાયણ ગુરૂકુળમાં ભવ્ય સ્વાગત

અમરેલી જિલ્લામાં ‘વંદે ગુજરાત’ યાત્રાને દરેક ગામમાં ભાવભર્યો આવકાર મળી રહ્યો છે ત્યારે ૨૦ વર્ષના વિકાસની યશગાથા વર્ણવતી અને વિકાસ યાત્રા અમરેલી જિલ્લાના ચિતલ ગામે પહોંચી હતી. ચિતલ ગામે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શાળાની બાળાઓ દ્વારા વિકાસ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના સભ્યશ્રી સુરેશભાઈ પાથરના અધ્યક્ષસ્થાને ચિતલ ગામે યોજાયેલા કાર્યક્રમમાં સરકારના વિકાસકાર્યોની વિગતે વાતચીત કરવામાં આવી હતી. આ સાથે ચિતલ ગામે નવા મંજૂર થયેલા તેમજ હાલમાં પ્રગતિ હેઠળના કાર્યોનો પ્રગતિ અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. ચિતલમાંમાં રાજ્યસભાના સાંસદશ્રી અને કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાના આદર્શ ગામ હેઠળ થતા વિકાસકાર્યો માટે તેમનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ચિતલમાં રુ.બે કરોડ છ લાખના ખર્ચે વાસ્મોના કામ મંજૂર થયા છે. સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી સ્મશાનમાં પ્રાર્થના હોલ માટે રુ.૧૦ લાખ, ચિતલ ભૂગર્ભ ગટર યોજનાનું રુ.૧૦ લાખનું કામ મંજૂર થયું છે, જે પ્રગતિ હેઠળ છે. આવાં અનેક કામોનો પ્રગતિ અહેવાલ આજના કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યો હતો.

આજે વહેલી સવારે ચિતલમાં પ્રભાત ફેરી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં મામલતદારશ્રી જોષી, ગુરૂકુળના સ્વામી હરિચરણ સ્વામી, ગ્રામ પંચાયતના ઉપસરપંચ રઘુવીરસિંહ સરવૈયા, સભ્યશ્રીઓ ઝાલાભાઈ, કનુભાઈ, રાજુભાઈ ધાનાણી, રાજુભાઈ કાબરીયા, મહોબતસિંહ, પરેશભાઈ, પ્રવિણભાઈ તેરવાડીયા, રવજીભાઈ લીંબાશીયા, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ પાયલબેન બાબરીયા, રંજનબેન બાબરીયા, આગેવાનો વિજયભાઈ દેસાઈ, ચિતલ હાઈસ્કૂલ અને કન્યાશાળઆના આચાર્યશ્રીઓ વિદ્યાર્થીગણ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/