fbpx
અમરેલી

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ

તા.૧૪ અને તા.૧૫ જુલાઈના રોજ અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સ્થિતિમાં અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. નાગરિકોએ ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરવી અને કોઈ પણ પ્રકારનું જોખમ ન વહોરવા અપીલ છે.

         ભારે વરસાદની સ્થિતિમાં શું કરવું જોઈએ: કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિમાં આપના તાલુકા હેલ્પલાઈન નંબર અથવા જિલ્લા કંટ્રોલ રૂમ પર જાણ કરવી. જરૂર જણાય કાચા/જર્જરિત મકાનમાંથી પાકા/સુરક્ષિત સ્થળે રહેવાસીઓને ખસેડવા. તંત્ર દ્વારા સ્થળાંતર કરાવવાના કિસ્સામાં તેઓને સહકાર આપવો. વીજળી પડવાની આગોતરી ચેતવણી ‘દામીની એપ’ પર મેળવી શકાય છે. જેની ચેતવણી ધ્યાને લઈ જરૂરી સૂચનાઓનું પાલન કરવું. ભારે વરસાદના સમયમાં કાચી દીવાલો/ જર્જરિત બાંધકામોથી દૂર રહેવું. ઘરમાં પૂરતું રાશન રાખી કિંમતી વસ્તુઓ અને રાશન ઊંચાઈ પર મૂકી સુરક્ષિત કરી લેવા. પરિવારના દરેક સભ્ય પાસે ઓળખ કાર્ડ હોય એની ખાતરી કરવી અને તમામ કિંમતી ચીજવસ્તુઓને ઘરમાં ઊંચા સ્થાન પર મૂકો. ઓલ ઈન્ડિયા રેડિયો, દૂરદર્શન, સોશિયલ મીડિયા મારફત હવામાનની આગાહી સાંભળો અને તે મુજબ કાર્ય કરો. સ્થળાંતર કરતી વખતે દરેક વ્યક્તિને જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે રાખવી. માછીમારોએ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું.

         ભારે વરસાદની સ્થિતિમાં શું ન કરવું જોઈએ: આગામી વરસાદની આગાહીને ધ્યાને લેતા, બિનજરુરી બહાર જવું નહીં,  ઘરમાં સુરક્ષિત રહેવું. નીચાણવાળા વિસ્તારના રસ્તા/કોઝ-વે/પુલ પરથી પાણી પસાર થાય તો બિનજરુરી સાહસ કરવું નહીં. વહેતા પાણીમાંથી પસાર થવું નહીં. વહેતો પ્રવાહ ભ્રામક હોઈ શકે છે. પૂરગ્રસ્ત વિસ્તારમાંથી વાહન ચલાવવું નહિ. પૂરના પાણી કારને દૂર લઈ જઈ શકે છે. પૂરના પાણીમાંથી વાહન ચલાવવાથી નજીકની મિલકતને વધારાનું નુકસાન થઈ શકે છે. ટીવી, વીસીઆર, સીઆરટી ટર્મિનલ અથવા અન્ય વિદ્યુત ઉપકરણોનો ભીની સપાટીના સંપર્કમાં રહીને ક્યારેય ઉપયોગ કરવો નહીં. ભારે વરસાદની પરિસ્થિતિ હોય નદી, વોકળા, ડેમના પાણીની આવક ચાલુ હોય ઓવરફ્લો થવાની શક્યતા હોય નદીના અને ડેમના હેઠવાસમાં અવર-જવર ન કરવી, વરસાદના પાણીમાં, તળાવ-નદીમાં નાહવા, કપડાં ધોવા કે વાહન ઉતારવાનું જોખમ ન લેવું. અફવાથી દૂર રહો અને અફવા ફેલાવશો નહીં. ભારે વરસાદની સ્થિતિમાં વીજ પુરવઠો બંધ રાખવો હિતાવહ છે અને ખુલ્લા વાયરને સ્પર્શ કરવો જોઈએ નહીં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/