દ્વિચક્રી વાહનો માટે તા.૩૦ જુલાઈથી રી ઈ-ઓકશનની પ્રક્રિયા
આર.ટી.ઓ.કચેરી, અમરેલી દ્વારા દ્વિચક્રી મોટર સાયકલ વાહનો માટેની સીરિઝ GJ 14 BC 00001 TO 9999 ની નંબરો માટેની રી ઈ-ઓકશનની પ્રક્રિયા તા.૩૦ જુલાઈ, ૨૦૨૨થી તા.૧ ઓગસ્ટ, ૨૦૨૨ સુધી થશે. આ માટે અરજી દાખલ કરી શકાશે. રી ઈ-ઓકશનમાં બિડીંગ કરવાનો સમયગાળો તા.૧ ઓગસ્ટથી તા.૩ ઓગસ્ટ, ૨૦૨૨ છે. આ રી ઈ-ઓકશનનું પરિણામ તા.૩ ઓગસ્ટ,૨૦૨૨ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. રી ઈ-ઓકશનમાં ભાગ લેવા માટે http://parivahan.gov.in/parivahan/ પર નોંધણી કરાવીને યુઝર આઈ.ડી.,પાસવર્ડ તૈયાર કરવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments