fbpx
અમરેલી

અમરેલી લે.પ.ચેરિટેબલ ટ્રસ્ટ-સુરત સંચાલિત ગજેરા સંકુલમાં ગીત-સંગીત સ્પર્ધામાં ૩૪૦૪ વિદ્યાર્થીનીઓએ ત્રણ દિવસ કલાના કામણ પાથર્યા

અમરેલી જિલ્લા  લે.પ.ચેરિટેબલ ટ્રસ્ટ-સુરત સંચાલિત ગજેરા સંકુલમાં ગીત-સંગીત સ્પર્ધામાં કુલ પંદર કૃતિમાં ૩૪૦૪ વિદ્યાર્થીનીઓએ ત્રણ દિવસ કલાના કામણ પાથર્યા કોરોના મહામારી બાદ શૈ.વ.૨૦૨૨/૨૩  માં ગુજરાતમાં કન્યાા કેળવણીમાં આગવી ઓળખ ધરાવતા ગજેરા-સંકુલમાં વિદ્યાર્થીનીઓએ શિક્ષણની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃતિમાં મન-મુકિને આત્મવિશ્વાસ પૂર્વક ભાગ લઈને ગીત-સંગીત મહોત્સવને ગૌરવ અપાવ્યુ

.કેળવણીકાર વસંતભાઈ ગજેરાના કન્યા કેળવણીના સપના રંગ લાવી રહયાં છે.સંકુલના સ્થાપના કાળથી જ નિષ્ઠા, પ્રામાણિકતા તથા પારદર્શકતા થી સ્થાનિક સંચાલન કરતા સંકુલના નિયામકશ્રી તથા ટ્રસ્ટી મનસુખભાઈ ધાનાણીએ અમરેલીના ગજેરા સંકુલને સમગ્ર ગુજરાતના વાલીઓના હદયમાં સ્થાન આપીને સંકુલને કન્યા કેળવણી ક્ષેત્રમાં ગુજરાતમાં ભર માં બ્રાન્ડ નેઈમ આપ્યું છે.

કોરોના મહામારીની વિપરીત પરિસ્થિતિ માં આફતને અવસરમાં પલટાવીને શૈ.વર્ષ ૨૦૨૨/૨૩ માં વિદ્યાર્થીની બહેનો અભ્યા‍સ-સહઅભ્યાસિક પ્રવૃતિમાં સામેલ કરવામાં સફળ રહયાં છીએ પરિણામે ગીત-સંગીત સ્પર્ધા-૨૦૨૨ માં કુલ ૧૫ (પંદર) કૃતિમાં ૫૭૦ (પાંચસો સીતેર) પ્રસ્તૃતિના માઘ્યામથી ૩૪૦૪ સ્પર્ધકો  સામેલ કરીને ધો.૧  થી અનુસ્નાતક સુધીની બહેનોની ગાયકી બહાર લાવી શકયા-નિયામકશ્રી, મનસુખભાઈ ધાનાણી.અમરેલી જિલ્લાણ લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ-સુરત સંચાલિત કેળવણીકાર વસંતભાઈ ગજેરા સ્થાપિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણીક સંકુલ-અમરેલીમાં શૈક્ષણીક વર્ષ ૨૦૨૨/૨૩ ની ગીત-સંગીત ર્સ્પધા-૨૦૨૨  સંકુલમાં સ્થાપના કાળથી જ નિઃશુલ્કિ,નિસ્વાર્થ તથા પ્રામાણિક પણે વહીવટ કર્તા માન. ટ્રસ્ટી તથા નિયામકશ્રી મનસુખભાઈ ધાનાણીના સીધા માર્ગદર્શન હેઠળ ધો.૧ થી સ્નાતક કક્ષામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઓએ દુહા,છંદ,ભજન,લોકગીત,વેસ્ટર્ન સોંગ,લગ્નગીત,છયાકરૂ સહિતની કુલ (૧૫) પંદર પ્રકારની કૃતિમાં કુલ ૩૪૦૪  સ્પર્ધકો એ સતત ત્રણ-દિવસ ૫૭૦  (પાંચસો સીતેર) પ્રસ્તૃતિ કરીને ગાયકી તથા કલાના કામણ પાથરીને ગજેરા સંકુલની ૮૦૦૦  (આઠ હજાર) વિદ્યાર્થીનીઓને મંત્રમુગ્ધક કરીને ભવ્ય ગીત સંગીત મહોત્સવ સમગ્ર ગુજરાતમાં ગૌરવ અપાવ્યુ હતું.

આ તકે માન.નિયામકશ્રી મનસુખભાઈ ધાનાણીએ જણાવ્યું  હતુ કે કોરોના મહામારી પછી શૈ.વ.૨૦૨૨/૨૩  માં શિક્ષણની સાથે સાથે સહઅભ્યાલસિક પ્રવૃતિમાં વિદ્યાર્થીનીઓને સામેલ કરવામાં સંપૂર્ણ સફળ રહયાં છીએ અને વર્તમાન સમયે સંકુલ-પરિસરમાં સંચાલિત કુલ (૧૯) ઓગણીસ વિદ્યાશાખાઓને ફુલે ફૂલ ચલાવી  શકયા છીએ તથા ગીત-સંગીત સ્પતર્ધા-૨૦૨૨ ને સંપૂર્ણ સફળ બનાવીને ગુજરાતમાં ગૌરવ અપાવી શકયા છીએ. ગીત-સંગીત સ્પર્ધા-૨૦૨૨ ની સફળતા માટે નિયામકશ્રી મનસુખભાઈ ધાનાણી,ડાયરેકટરશ્રીઓ, અધિકારીશ્રીઓ, આચાર્યો, નિર્ણાયકો, શિક્ષકો, પ્રાઘ્યાપકશ્રીઓ, લાઈટ-સાઉન્ડન,સંગીત વિભાગ તથા તમામ ર્સ્પધક વિદ્યાર્થીની બહેનોને સ્થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરા,પ્રમુખ મનુભાઈ  ઠુંમર ઉપપ્રમુખશ્રી માન.પ્રતાપભાઈ જોગાણી, મંત્રી મનુભાઈ ડાવરીયા, નરેન્દ્ર ભાઈ હિરપરા, ખજાનચીશ્રી નાનુભાઈ વેકરીયા,નાગજીભાઈ સોજીત્રા વિ.એ. અભિનંદન આપ્યાો હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/