fbpx
અમરેલી

અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય “જન સંવાદ” કાર્યક્રમ યોજાયો

આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી શહેરમાં આયોજિત જનસંવાદ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી આણંદ લોકસભા પ્રમુખ કરશનબાપુ ભાદરકા મુખ્ય અતિથિ રૂપે હાજર રહ્યા હતા. આ જનસંવાદ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના હોદેદારો, કાર્યકરો સહિત અમરેલી શહેર તથા તેની આજુબાજુના વિસ્તાર માંથી વડીલો, યુવાનો અને બહેનોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી ખુબ ઉત્સાહ સાથે આમ આદમી પાર્ટીના વિચારોને સહકાર આપ્યો હતો.
આ જનસંવાદ કાર્યક્રમ માં સામાન્ય જનતા સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. અલગ અલગ વ્યવસાય અને ખાસ કરીને ખેડૂતોએ તેમની સમસ્યા આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી સમક્ષ રજુ કરી હતી. દરેક વ્યક્તિની સમસ્યા સાંભળી તેના ઉચિત નિવારણ માટે આમ આદમી પાર્ટી વતી અમરેલી જિલ્લાના લોકોને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો. અને જનસંવાદ માં હાજર લોકો પણ ઈસુદાન ગઢવીજી ની વાતો થી સહમત થયા હતા. 
આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ હજારો લોકોને જનસંવાદ કાર્યક્રમ માં સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં આવનારી ચૂંટણી મહાભારતના યુદ્ધ જેટલી મહત્વપૂર્ણ હશે. આ ચૂંટણી ફક્ત ગુજરાતનો જ નહિ પરંતુ સંપૂર્ણ ભારતનો ઇતિહાસ બદલી દેશે. આજે સામાન્ય નાગરિક નું જીવવું મુશ્કેલ થઇ ગયું છે. તમે જેણે ચુંટશો અને એ જેવા હશે તેવું જ શાસન ગુજરાત માં સ્થાપિત થશે. 
“યથા રાજા તથા પ્રજા” નું વાખ્યાન કરતા ઈસુદાન ગઢવી એ કહ્યું કે, તમે બુટલેગર ચૂંટશો તો દારૂ વેંચશે અને લઠ્ઠાકાંડ થશે, તમે ભ્રષ્ટાચારીઓ ચૂંટશો તો રોડ ખવાશે મતલબ જનતાના હાથમાં છે કે તેમને કેવી સરકાર જોઈએ છે. હું તમારી દરેક સમસ્યા જાણું છું, બુટલેગરો તમારી સમસ્યાઓ નું સમાધાન નથી કરતા એટલે મારા જેવા લોકો એ સામે આવવું પડે છે. જો આમ આદમી પાર્ટી ની સરકાર શાસન માં આવે અને તમારી દરેક સમસ્યાનું સમાધાન ના થાય તો બીજી વાર આમ આદમી પાર્ટી ને તમારા ગામ માં ઘૂસવા ના દેતા.
હું જ્યારે પત્રકાર હતો ત્યારે વારંવાર ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવતો હતો,  એ સમયે ઘણા બધા સાગરખેડુ મિત્રો એ પોતાની  ઘણી બધી સમસ્યાઓ વિશે મને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો ની જેમ સાગરખેડુઓ પણ ખૂબ જ ગંભીર સમસ્યાઓ માંથી પસાર થઈ રહ્યા છે. આજે હું ગુજરાતના દરેક સાગરખેડૂ મિત્રોને  કહેવા માગું છું કે આવનારા થોડા સમયમાં જ અરવિંદ કેજરીવાલ જી ખેડૂતોની સમસ્યાઓના નિવારણ માટે એક  ગેરંટી લઈને આવવાના છે અને એમાં  સાગરખેડુ મિત્રોની સમસ્યાઓનું નિવારણ પણ હશે. આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા બાદ કોઈપણ જાતિ જ્ઞાતિ જોયા વગર દરેક ખેડૂતોને અને દરેક સાગરખેડૂ મિત્રો ને તેમના હક અને અધિકાર મળશે.
દારૂ ની સમસ્યા કોઈ એક જગ્યા પૂરતી નથી,  આજે આખા ગુજરાતમાં દારૂની સમસ્યા છે.  બરવાળામાં  ઝેરી દારૂ પીવાના કારણે 55 વધુ લોકોના મૃત્યુ થયા પણ આ અસંવેદનશીલ સરકાર ચલાવનાર  મુખ્યમંત્રી,  ગૃહમંત્રી,  ભાજપના પ્રદેશ પ્રમુખ કે પ્રધાનમંત્રી એ હજુ સુધી એક ટ્વિટ કરીને પણ સંવેદના વ્યક્ત નથી કરી. જે લોકોના મૃત્યુ થયા છે એ ભાજપના નેતાઓ ના કારણે થયા છે,  એમની હપ્તખોરી ના કારણે થયા છે. મૃતકોને અને તેમના પરિવારોને ન્યાય આપવાનું તો દૂર પણ તેમની સાથે સંવેદના પણ વ્યક્ત નથી કરી રહ્યા. ભાજપ સરકારના આવા સંવેદનહીન વલણને બિલકુલ ચલાવી લેવાય નહિ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/