fbpx
અમરેલી

“હરઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત અમરેલી જીલ્લાના ૨૦ મંડલોમાં બેઠકનું આયોજન થયું

દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના ૭પ મા આઝાદીના અમૃત મહોત્સવ પર દેશભરમા ૯મી થી ૧પમી ઓગષ્ટ–ર૦રર સુધી દરેક ધરે તિરંગા ફરકાવાનો કાર્યક્રમ યોજવામા આવશે. ભારતની આઝાદીના ૭પ મા વર્ષ નિમિતે તિરંગાને ધરે લાવવા અને તેને ફરકાવવા પ્રોત્સાહિત કરવા વડાપ્રધાન “હાર ધાર તિરંગા” અભિયાન શરૂ કર્યું. આ પહેલ પાછળનો વિચાર લોકોના હદયમા દેશભકિતની લાગણી જગાડવાનો અને જન ભાગીદારીની ભાવનાથી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાનો છે.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના વડપણ હેઠળ સમગ્ર ગુજરાતમા ૧ કરોડ ઉપરાંત ધરો અને ઓફિસોમા ૧૩મી થી ૧પમી ઓગષ્ટ સુધીમા રાષ્ટ્રધ્વજ ફરકાવાનો છે. આ અભીયાનને સફળ બનાવવા જીલ્લા વહીવટી તંત્ર દ્રારા જીલ્લા પંચાયત/નગરપાલીકા/તાલુકા પંચાયત/સરપંચ/તલાટી/ના માધ્યમંથી દરેક ભારતીયના ધરે તિરંગો લહેરાઈ એવુ અભિયાન ચાલી રહયુ છે.

“હરઘર તિરંગા” અભિયાનને મજબુત રીતે સફળ બનાવવા જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયાએ ત્રણ દિવસમા અમરેલી જીલ્લામાં આવતા ર૦ મંડલોના પ્રવાસ કરી અપેક્ષિત ક્ષેણીના કાર્યકરતાઓ મંડલના હોદેદારો, જીલ્લા પંચાયત/તાલુકા પંચાયત/નગરપાલીકાના સદસ્યશ્રીઓ, વિવિધ મોરચાના પ્રમુખશ્રીઓ,શકિત કેન્દ્રના સંયોજક અને પ્રભારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી.આ બેઠક દરમ્યાન જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયાએ માર્ગદર્શન આપ્યુ હતુ કે આ કાર્યક્રમ પાર્ટીનો કાર્યક્રમ નથી રાષ્ટ્રનો કાર્યક્રમ છે. પ્રદેશ ભાજપ દ્રારા દરેક વિધાનસભા દિઠ ર૦૦૦૦ જેટલા તિરંગા આપવામા આવશે.

જેનુ મંડલ કક્ષાએથી બુથ સુધી સુચારૂ આયોજન કરી જીલ્લાના દરેક નાગરીકના ધરે તિરંગો ફરકે તેવી વ્યવસ્થા ઉભી કરવાની છે. વધુમા જણાવ્યુ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી ધરે ધરે તિરંગો પહોચાડવામા આવે ત્યારે દરેક નાગરિકના ધરે થી નાના બાળકોના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકે તેવુ આયોજન કરવુ. જેથી બાલમાનસમા રાષ્ટ્ર પ્રત્યેની અલગ જ છાપ પ્રસ્થાપિત થશે અને તિરંગાનુ મુલ્ય સમજાશે.વધુમા જણાવ્યુ કે તાલુકા કક્ષાએથી જુદી–જુદી ચાર–પાંચ સ્થળોએ મોટી ઈવેન્ટ કરવી જેમા મંદિરના ગાદીપતિ/સંતો/મહંતો/સામાજીક આગેવાનો/સ્વતંત્ર સેનાનીઓને સાથે રાખીને ઢોલ નગારા અને રાષ્ટ્ર
ભકિતના ગીત સાથે તિરંગો ફરકાવવાનો સુંદર કાર્યક્રમ કરવો.

જેથી દેશ ભકિતનુ અલગ જ વાતાવરણ ઉભુ થાય અને બીજા નાગરિકોમા “હરઘર તિરંગા” અભિયાનની જાગૃતિ આવે. સાથે સાથે જીલ્લા યુવા મોરચા દ્રારા તા.૧૦,૧૧ અને ૧ર મી ઓગષ્ટના રોજ જીલ્લાના દરેક ગામ કે શહેરમા રાષ્ટ્ર ભકિતના ગીતો સાથે તિરંગા યાત્રા યોજવી. શહેર/તાલુકા કક્ષાએથી વિવિધ એસોસીએશનો, સામાજીક સંસ્થાઓ/સ્વ સહાય જુથો, સહકારી સંસ્થાઓને સાથે રાખીને દરેક નાગરિકોના ધરે તિરંગો ફરકે તેવુ આયોજન કરવુ. અંતમા જણાવ્યુ કે કોઈ પણ સંજોગોમા તિરંગાની ગરીમા જળવાવી જોઈએ તેનુ અપમાન ન થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ.

“હરઘર તિરંગા” અભિયાન અંતર્ગત ત્રણ દિવસના પ્રવાસમા જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયાની સાથે જીલ્લા ભાજપ સંગઠન પ્રભારીશ્રી સુરેશભાઈ ગોધાણી, મહામંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ બસીયા, પીઠાભાઈ નકુમ પુર્વ ધારાસભ્યશ્રી બાવકુભાઈ ઉધાડ/ ઉપ પ્રમુખશ્રી રામભાઈ સાનેપરા, મંત્રીશ્રી જયેશભાઈ ટાંક તેમજ સોશ્યલ મીડીયા સહ કન્વીનર હિરેન યાદવ હાજર રહયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/