fbpx
અમરેલી

દામનગર ગુરૂકુળ ખાતે રેન્જ આઈ જી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં એસ પી અમરેલી હિમકરસિંહની ઉપસ્થિતિમાં E.F.I.R સેમિનાર યોજાયો

દામનગર સ્વામી નારાયણ ગુરૂકુળ ખાતે દામનગર પોલીસ પરિવાર દ્વારા આયોજિત ઇ એફ આઈ આર સેંમીનાર યોજયો ભાવનગર  રેન્જ આઈ જી શ્રી અશોકકુમાર યાદવ  ની અધ્યક્ષતા માં એસ પી શ્રી હિમકરસિંહ અમરેલી ની ઉપસ્થિતિ માં E.F.I.R સેમિનાર માં પધારેલ મહેમાનો નું પુષ્પવૃષ્ટિ થી સત્કાર કરાયો હતો પૂજ્ય સંતો અને અધિકારી શ્રીઓના વરદહસ્તે દીપપ્રાગટય કરી સેમિનાર નો પ્રારંભ કરાયો હતો શ્રી સ્વામી નારાયણ ગુરૂકુળ ના વરિષ્ઠ સંતો સ્વામી શ્રી વિષ્ણુચરણદાસજી સ્વામી શ્રી ચંદ્રપ્રકાશદાસજી શાસ્ત્રી શ્રી આનંદસ્વરૂપ સ્વામી ની નિશ્રા માં  ઓનલાઈન પોલીસ ફરિયાદ અંગે સીટીઝન પોર્ટલ /સીટીઝન ફસ્ટ ગુજરાત પોલીસ મોબાઈલ એપ થી ઓલ લાઈન ફરિયાદ અંગે ડેમોસ્ટેશન પ્રોજેકટર સાથે સેમિનાર યોજાયો આ એપ ગુગલ પ્લે સ્ટોર અને IOS એપ ઉપલબ્ધ છે.

ગુજરાત પોલીસ ની આગવી પહેલ ટેક્નોસેવી નેટવર્ક ના માધ્યમ થી પોલીસ ની ઓન લાઈન ૧૪ જેટલી સેવા અત્યારે પ્રારંભ ગુજરાત રાજ્ય ના ગૃહ વિભાગ તરફ થી શરૂ છે જેમાં વાહન ચોરી મોબાઈલ ચોરી થી શરૂ થયેલ સેવા ઓ સમય અને શક્તિ બચાવનાર છે આ સેવા ને પ્રતિસાદ બાદ અન્ય સેવા પણ શરૂ થશે આ માટે લાભ લેવા અનુરોધ કર્યો હતો  ગૃહ વિભાગ ની નવીનતમ પહેલ અંગે એસ પી અમરેલી હિમકરસિંહ દ્વારા દરેક પ્રકાર ના ક્રાઈમ ને કન્ટ્રોલ કરવા વિસ્તૃત માર્ગદર્શન આપ્યું ઇકોનોમિક આર્થિક ગુના સાયબર ગુના શરીર સબંધ લૂંટ ધાડ છેતરપિંડી ફ્રોડ વિશ્વાસઘાટ જેવા અસંખ્ય ગુના ઓનો ભોગ ન બનવા માટે કેવી કેવી તકેદારી ઓ રાખવી તે માટે સર્વ ને અવગત કર્યા હતા.

રેન્જ આઈ જી એ ઇ એફ આઈ આર લોન્ચીગ અને વપરાશ માટે સુંદર માર્ગદર્શન સાથે સર્વ ને અવગત કરતા જણાવ્યું હતું કે ફસ્ટ પ્રાયોરિટી મહિલા સુરક્ષા અને વિદ્યાર્થીની ઓને ભય મુક્ત રહી ની સંકોચ ૧૦૦ નંબર ની સેવા નો લાભ લેવા અનુરોધ કર્યો હતો આ સેમિનાર માં દામનગર શહેરી વિસ્તાર તેમજ અનેકો ગ્રામ્ય વિસ્તાર ના સરપંચ સદસ્ય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા સદસ્ય સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી સ્કૂલ કોલેજ ના છાત્રો ની વિશાળ હાજરી માં યોજાયો હતો.

આ સેમિનાર ને સફળ બનાવવા સ્થાનિક દામનગર પી એસ આઈ છોવાળા  સહિત સમગ્ર પોલીસ પરિવાર દામનગર દ્વારા સુંદર આયોજન કરાયું હતું જાહેર જનતા ને ટેક્નોસેવી નેટવર્ક પ્લેટ ફોમ નો મહત્તમ લાભ મેળવવા દામનગર પોલીસ પરિવાર અનુરોધ કર્યો હતો સમગ્ર કાર્યક્રમ નું સુંદર સંચાલન પોલીસ પરિવાર અને ગુરૂકુળ ના સ્ટાફ ના સંકલન થી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો.  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/