fbpx
અમરેલી

અમરેલી નગરપાલિકા દ્વારા ફોરવર્ડ સ્કુલના પટાંગણમાં ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવેલ

કોરોના કાળની કારમી થપાટથી છેલ્લા બે વર્ષથી માનવ જીંદગીની ઘર બહારની ખુશી ઘરમાંજ કેદ થઈ ગયેલ હતી ત્યારે આ વર્ષે શ્રાવણ માસના પવિત્ર તહેવારો નિમિતે લોકોની સુખાકારી આનંદ પ્રમોદ માટે અમરેલી નગરપાલિકા દ્વારા ફોરવર્ડ સ્કુલના પટાંગણ માં ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. અવનવી રાઇડ્સ સાથે છ દિવસ સુધી લોકો મેળાનો લ્હાવો લઇ શકશે .

શ્રાવણ માસમાં જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિતે અમરેલીના આંગણે ફોરવર્ડ સ્કુલના વિશાળ પટાંગણમાં અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળો – ૨૦૨૨ નું સંદર અને ભવ્ય આયોજન કરવામાં આવેલ છે . લોકમેળો તા . ૧૫/૦૮/૨૦૨૨ થી તા . ૨૦/૦૮/૨૦૨૨ ( દિવસ – ૬ ) સુધી કાર્યરત રહેશે . આ લોકમેળામાં ખાણીપીણી , આઈસ્ક્રીમના સ્ટોલ સાથે વિશેષ ભૂતકાળમાં ન જોયેલી અને ન માણેલી રાઇડ્સનો લોકો આનંદભેર લ્હાવો લઇ શકશે . આ લોકમેળામાં ગુજરાતની હસ્તકલા સાથે ખ્યાતનામ કલાકારો ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરી અવનવા કાર્યક્રમ યોજવામાં આવશે .

સી.સી ટીવી કેમેરાની બાજ નજર લે – ભાગું તત્વો ઉપર રહેશે . જન્માષ્ટમીના દિવસે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે . ઘણા વર્ષો બાદ અમરેલી નગરપાલિકા દ્વારા આયોજીત લોકમેળાનો જાહેર જનતાએ બહોળી સંખ્યામાં લાભ લેવા પ્રમુખ શ્રીમતી મનીષાબેન રામાણી , ઉપપ્રમુખ રમાબેન મહેતા , કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા , ચીફ ઓફિસર એચ . કે . પટેલ ની યાદીમાં જણાવવામાં આવે છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/