fbpx
અમરેલી

અમરેલીના સાણથલી ગામમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, ૧૪ શખ્સો મુદ્દામાલ સાથે ઝડપાયા

અમરેલીના વડીયા તાલુકાના સાણથલી ગામની પાદરમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીએ દરોડો પાડી ૧૪ શખ્સોને ૧૩ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ચોક્કસ બાતમી આધારે એસપીની ટીમ એલ.સી.બી., ઇન્ચાર્જ પીએસઆઈ પી.બી.લક્કડ તથા એલ.સી.બી.ટીમ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જુગારધામ ઝડપાયું હતું.કુલ ૧૪ ઇસમોને રોકડ રકમ, વાહનો, મોબાઇલ ફોન અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ તમામ સામે જુગારઘારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવાયા છે.

એલસીબીએ જુગારનો દરોડો પાડ્યા બાદ ઘટનાસ્થળેથી રોકડા રૂ.૩,૭૭,૪૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧૭કિં.રૂ.૯૬,૫૦૦/- તથા ફોરવ્હીલ કાર – ૨ કિં.રૂ.૯,૦૦,૦૦૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫ર કિં.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૧૩,૭૩,૯૦૦/- નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવહી હાથ ધરી છે. વડીયા વિસ્તારમાં આટલો મોટો જુગાર ધામ ઉપર અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. અગાઉ કુંકાવાવ વિસ્તારમાં વરલી-મટકાના જુગાર ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વાર દરોડો પાડ્યો હતો. ત્યારે આજે ફરી અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રેડ કરતા વડીયા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/