fbpx
અમરેલી

આજથી ૩ દિવસ માટે કોંગ્રેસના અમરેલી લોકસભાના પ્રભારી સુખરામ વિશ્નોઇ ધારાસભ્યો, હોદેદારો તથા કાર્યકરોની મુલાકાતે

આગામી વિધાનસભાની ચુંટણીને લઇ કોંગ્રેસના સંગઠનને મજબુત કરવા માટે મીટીંગનો દોર શરૂ થઇ ગયેલ છે ત્યારે બયહહ ના અમરેલી લોકસભા પ્રભારી અને રાજસ્થાનના શ્રમ મંત્રાલયના રાજયકક્ષાના મંત્રી શ્રી સુખરામ વિશ્નોઈ તથા ધારાસભ્યશ્રી ગોપાલભાઇ મીના આવતી કાલથી ૩ દિવસના અમરેલી લોકસભા વિસ્તારના ધારાસભ્યો, સંગઠનના હોદેદારો તથા કાર્યકરો સાથે રૂબરૂ મુલાકાતે આવનાર છે.


જેમાં તા. ૦૬–૦૮–ર૦રર ને શનિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે લાઠી વિધાનસભા, બપોરે ૪:૦૦ કલાકે અમરેલી વિધાનસભામાં તમામ ધારાસભ્યો, સંગઠનના હોદેદારો તથા કાર્યકરો સાથે આગામી વિધાનસભાની ચર્ચા વિચારણા કરશે અને રાત્રી રોકાણ અમરેલી સર્કીટ હાઉસ ખાતે કરશે, ત્યારબાદ તા. ૦૭–૦૮–ર૦રર ને રવિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે ધારી વિધાનસભા, બપોરે ર:૦૦ કલાકે રાજુલા વિધાનસભા તથા સાંજે પ:૦૦ કલાકે મહુવા વિધાનસભાના કાર્યકરો તથા હોદેદારો સાથે મીટીંગનું આયોજન કરેલ છે.

ત્યારબાદ તા. ૦૮–૦૮–ર૦રર ને સોમવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સાવરકુંડલા વિધાનસભા, બપોરે ૩:૦૦ કલાકે ગારીયાધાર વિધાનસભામાં કાર્યકરો અને હોદેદારો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે. તો આ કાર્યક્રમમાં કોંગ્રેસના તમામ કાર્યકરોને ઉપસ્થિત રહેવા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી ડી.કે. રૈયાણીની યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/