અમરેલી શહેરમાં ભવ્યાતી ભવ્ય ” રન ફોર ત્રીરંગા ” રેલી યોજાઈ
ભારત દેશની આઝાદીને ૭૫ વર્ષ થતાં હોય અમરેલી શહેરમાં ” આઝાદી કા અમૃત મહોત્સવ ” ની ઉજવણીના ભાગ રૂપે શહેરની તમામ શાળા – કોલેજોના વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક – બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા ત્રિરંગા સાથે ” રન ફોર ત્રિરંગા ” રેલીનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – રાજકોટ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી – અમરેલીના માર્ગદર્શન તળે કરવામાં આવ્યું હતું. ત્રિરંગા રેલીનું પ્રસ્થાન જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સિન્ડિકેટ સભ્ય પાર્થિવભાઈ જોશી, અમરેલી જિલ્લા વિદ્યાસભાના મંત્રી ચતુરભાઈ ખુંટ અને મામલતદાર જોષીએ કરાવ્યું હતું.
આ તિરંગા રેલીમાં અમરેલી શહેરની વિવિધ કોલેજો અને શાળાઓ જોડાઈ હતી. કોલેજોમાં કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ, કે.કે.પારેખ કોમર્સ કોલેજ. શ્રીમતી મોંઘીબા મહિલા આર્ટ્સ કોલેજ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ – લીલીયા, આર્ટસ, કોમર્સ અને બી.બી.એ. કોલેજ – અમરાપુર, પોલીટેક્નિક કોલેજ, આઈ.ટી.આઈ. તેમજ શાળાઓમાં કમાણી ફોરવર્ડ સ્કૂલ, માતૃશ્રી જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ હાઇસ્કુલ, નૂતન હાઇસ્કુલ, ટી.પી. અને એમ.ટી ગાંધી ગર્લ્સ હાઇસ્કુલ અને અજમેરા ગર્લ્સ હાઇસ્કુલના વિદ્યાર્થી ભાઈ – બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
આ તકે સ્થાનિક અધ્યાપક મંડળના પ્રમુખ પ્રા.જે.એમ.તલાવીયા, ઉપ પ્રમુખ ડો.એ.જે.ચંદ્રવળિયા, મંત્રી પ્રા. વી.આર.દવે, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.બી.આર.ચુડાસમા, ડો.પી.કે.ત્રિવેદી, જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય, યુવક અને સાંસ્કૃતિક વિભાગના નિયામક વિક્રમસિંહ પરમાર, રમતગમત અધિકારી અશરફભાઈ કુરેશી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જી. એમ. સોલંકી, મનીષભાઈ સિદ્ધપુરા, રોહિતભાઈ મહેતા, વિપુલભાઈ વ્યાસ, અરુણાબેન માલાણી, ભાટું, સાશનાધિકારી હિરેનભાઈ બગડા, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ભૂતૈયાભાઈ અને ચૌહાણ ભાઈ સહિતના મહાનુભાવો રેલીમાં જોડાયા હતા.
રેલીનું સંપૂર્ણ આયોજન પી.ટી.આઈ. એ.જે.કુરેશી, જયશ્રીબેન મકવાણા, એન.એસ.એસ.જિલ્લા કોઓર્ડિનેટર પ્રા.જે.એમ.તલાવીયા, સ્પોર્ટ્સ ઇન્ચાર્જ ડો. મહેશ પટેલ, ડો.પી.એમ.વ્યાસ, ડો.એસ.એમ.મકવાણા, ડો.એસ.ડી.દવે, પ્રા.વિપુલભાઈ બળધા, પ્રા.નિકિતાબેન પંડ્યા, ડો.વી.આર.શાહ, એસ.ડી.પરમાર, ડો. અરુણાબેન માલાણી અને ડો.જી.વી.વેલીએતે કર્યું હતું. રેલીના અંતે વિદ્યાર્થીઓ માટે રેફ્રેશમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
Recent Comments