લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા બક્ષીપુર પ્રાથમિક શાળામાં ૭૬માં સ્વતંત્રતા પર્વની ઉજવણી
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તથા બક્ષીપુર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે તા.૧૫-૦૮-૨૦૨૨ ના રોજ બક્ષીપુર પ્રાથમિક શાળામાં ૭૬માં સ્વતંત્રતા પર્વની ગર્વભેર ઉજવણી કરવામાં આવેલ હતી.આઝાદીના અમૃત મહોત્સવને લઈને સ્વાતંત્ર પર્વ અને દેશભક્તિનો માહોલ બેવડાયો છે. સવારમાં શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ. લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ લાયન ભુપતભાઈ ભુવાના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવેલું હતું. બક્ષીપુરના સરપંચ વિપુલભાઈ જેઠવા તેમજ લાયન પ્રા. એમ.એમ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી.સ્વતંત્રતા પર્વમાં ઉપસરપંચ શ્રી સાવનભાઇ જાદવ, પુર્વ સરપંચશ્રી વિનુભાઈ રાઠોડ, લાયન જીતુભાઈ પાથર, લાયન સાહસભાઈ ઉપાધ્યાય, લાયન વિનોદભાઇ આદ્રોજા વગેરે ઉપસ્થિત રહેલા હતા. આભારવિધિ બક્ષીપુર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અશોકભાઈ અમરેલીયાએ કરેલ હતી.સ્વતંત્રતા પર્વને સફળ બનાવવા બક્ષીપુર પ્રાથમિક શાળાના શિક્ષકા બહેનો સંગીતાબેન બી. ત્રિવેદી, કાન્તાબેન આર. ટાંક, રેખાબેન એચ.ગોસાઈ, દક્ષાબેન આર. ઠુંમર, વૈશાલીબેન કે. ઠાકર વગેરેએ જહેમત ઉઠાવેલ હતી તેમ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પી.આર.ઓ લાયન પ્રા. એમ. એમ. પટેલ જણાવે છે
Recent Comments