અમરેલી નગરસેવા સદનમાં ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી
અમરેલી નગરસેવા સદનમાં ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી બાલભવન સામે આવેલી અમરેલી તાલુકા શાળા ખાતે કરવામાં આવી હતી.
સમગ્ર દેશમાં આજે ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમરેલી શહેર અને જિલ્લામાં દેશભક્તિના માહોલમાં અમરેલી નગરસેવા સદનમાં ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી બાલભવન સામે આવેલી અમરેલી તાલુકા શાળા ખાતે કરવામાં આવી હતી. અમરેલી નગરપાલિકાના પ્રમુખ મનીષાબહેન રામાણીના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ શેખવા, શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોષી, ચીફ ઓફિસર એચ.કે.પટેલ, NDRF ની ટીમ, અમરેલી ફાયર ઓફિસર ગઢવી તથા ફાયર બ્રિગેડના જવાનો, પાલિકાનાં સભ્યો, પદાધિકારીઓ, સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો ગાઈને સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરી હતી
Recent Comments